રવિવારે (26 માર્ચ) દિલ્હીમાં ભારતની નિખટ ઝરિન તથા લવલિના બોર્ગોહેઈને મહિલા વર્લ્ડ બોક્સિંગની ફાઈનલ્સમાં બે ગોલ્ડ મેડલ હાંસલ કરતાં કુલ ચાર ગોલ્ડ સાથે ભારત માટે આ વખતની ચેમ્પિયનશિપ્સ ખૂબજ યશસ્વી રહી હતી. નિખટ ઝરિન 50 કિલો વર્ગમાં બીજી વખત ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી અને આ રીતે તેણે મેરી કોમની બરાબરીમાં પોતાનું નામ મુકાવ્યું હતું. તો ઓલિમ્પિરક મેડાલિસ્ટ લવલિના બોર્ગોહેઈન 75 કિલો વર્ગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા રહી હતી. એ અગાઉ, નીતુ ઘંઘાસે ૪૮ કિલો વર્ગમાં અને સ્વિટી બૂરાએ ૮૧ કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.
આ વખતે ભારતની ચાર બોક્સર ફાઈનલમાં પ્રવેશી હતી અને ચારેય ગોલ્ડ મેડલ લાવી હતી. ભારતે આ સાથે વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ૨૦૦૬ના તેના શ્રેષ્ઠ દેખાવની બરોબરી કરી હતી. ૨૦૦૬ની વર્લ્ડ વિમેન્સ બોક્સિંગમાં ભારતની પાંચ મહિલા બોક્સર ફાઈનલમાં પહોંચી હતી અને તેમાંથી ચાર ગોલ્ડ મેડલ વિજેતા બની હતી. આજે રમાયેલી ૫૦ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં નિખત ઝરીને વિયેતનામની ગુયેન થી તામને ૫-૦થી હરાવી હતી. જ્યારે ૭૫ કિગ્રામાં લવલીનાએ ઓસ્ટ્રેલિયાની પારકર સામે ૫-૨થી આસાન જીત હાંસલ કરી હતી.