REUTERS/Fayyaz Hussain

પાકિસ્તાનના પંજાબમાં બુધવારે કટ્ટરપંથીઓના એક ટોળાએ ઓછામાં ઓછા ચાર ચર્ચ અને તેમની આસપાસની કેટલીક ઈમારતોમાં તોડફોડ કરી હતી. ટોળાએ એક ખ્રિસ્તી સફાઈ કામદારનું ઘર પણ તોડી નાખ્યું હતુંજેના પર ઇશ્વરની નિંદા કરવાનો આક્ષેપ છે.  

ચર્ચ ઓફ પાકિસ્તાનના મોડરેટર બિશપે જણાવ્યું હતું કે જરનવાલા તાલુકામાં થયેલા હુમલા દરમિયાન પવિત્ર ગ્રંથ બાઇબલનું અપમાન કરાયું હતું અને ખ્રિસ્તીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જરનવાલાના પાદરીના જણાવ્યા અનુસાર સાલ્વેશન આર્મી ચર્ચયુનાઈટેડ પ્રેસ્બીટેરિયન ચર્ચએલાઈડ ફાઉન્ડેશન ચર્ચ અને શેહરૂનવાલા ચર્ચમાં તોડફોડ કરવામાં આવી હતી.  

ઇશનિંદા બદલ 22 વર્ષીય ખ્રિસ્તી યુવકને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યાના બે મહિના પછી આ ઘટના બની હતી. સ્થળ પરના વીડીયોમાં 100થી વધુ લોકોના ટોળાં દેખાય છેજેમાંથી કેટલાક લાકડીઓથી સજ્જ હતા અને બે ચર્ચમાં તોડફોડ કરી રહ્યાં હતાં અને બહારની કેટલીક સામગ્રીને આગ લગાડી હતી. દૂરથી શૂટ કરાયેલા અન્ય વીડિયોમાં આ વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. 

LEAVE A REPLY