(ANI Photo)

ISROના અસંખ્ય મિશનની સફળતા વચ્ચે આશરે 23 કંપનીઓએ ભારતીય અવકાશ એજન્સીની સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેક્નોલોજી ખરીદવામાં રસ દાખવ્યો છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના અધ્યક્ષ પવન કે ગોએન્કાએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવા માટે તેઓ ઉત્સુક છે. આ ટેકનોલોજી માટે ખાનગી ક્ષેત્રમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે23 કંપનીઓએ (અત્યાર સુધી) આ ટેક્નોલોજી માટે અરજી કરવામાં રસ દાખવ્યો છે. અલબત્તતેમાંથી માત્ર એક જ તે મેળવશે. 

IN-SPACE ભારતના અવકાશ વિભાગ હેઠળની એક સ્વાયત્ત નોડલ એજન્સી છે. અવકાશ પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે બિન-સરકારી સંસ્થાઓ (NGEs)ને પ્રોત્સાહન આપવાસક્ષમ કરવાઅધિકૃત કરવા અને દેખરેખ રાખવા માટે 2020મા તેની સ્થાપના કરાઈ હતી.  

જુલાઈમાં SSLVની ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EoI) જારી કરાયા હતા. તેને ખરીદવાનો રસ દર્શાવવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર છે.  

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્પેસના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા તેમણે કહ્યું કેઆ કદાચ પહેલું ઉદાહરણ છે કે જ્યાં વિશ્વમાં ક્યાંય પણ કોઈ એજન્સીએ લોન્ચ વ્હીકલની સંપૂર્ણ ડિઝાઈન ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરતી હોય. ખાનગી ક્ષેત્રમાં 42 એપ્લિકેશનો અથવા સ્પેસ ટેક્નોલોજીઓ ટ્રાન્સફર કરાશે. ISRO પ્રક્રિયાને આગળ વધારવા માટે IN-SPACE સાથે ખૂબ નજીકથી કામ કરી રહ્યું છે અને 19 ટેક્નોલોજીઓ ટ્રાન્સફર માટે તૈયાર છે. 

તેમણે એમ પણ કહ્યું કે હાલમાં ભારતની સ્પેસ ઇકોનોમી $8 બિલિયનની છે અને 2033 સુધીમાં તેને 44 બિલિયન ડૉલર સુધી લઈ જવાનું વિઝન છે. “આ માટે ઘણું કામ થઈ રહ્યું છે અને દરેકે આ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે 

LEAVE A REPLY