Former Tarak Mehta in a fighting mood
(ANI Photo)

લોકપ્રિય ટીવી શો- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.. અનેક કારણોને લીધે ચર્ચામાં રહ્યો છે. થોડા મહિના પહેલાં તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેશ લોઢાએ શો છોડી દીધો છે. કહેવાય છે કે, શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદી સાથે તેમને અણબનાવ હોવાથી શૈલેશ લોઢાએ શો છોડી દીધો હતો.

એ પછી બંને વચ્ચે ચડભડ જોવા મળતી હતી. આ બધાની વચ્ચે શૈલેશ લોઢાએ એક તસવીર શેર કરી છે. આ ફોટો કેપ્શનમાં બે પંક્તિઓ લખી છે. ‘દુઆ કરોં કી સલામત રહે મેરી હિમ્મત, યહ એક ચિરાગ, કંઇ આંધિયો પર ભારે હૈ… અબ જંગ તો હોગી’ શૈલેશ લોઢાએ આ શેરની સાથે જે જંગની વાત લખી છે એના ઉપર યુઝર્સ સવાલ પૂછી રહ્યાં છે. સ્પષ્ટ નામ કેમ નથી લખ્યું. અમુક યુઝર્સે તો આસિત મોદી સાથે જોડવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અમુક યુઝરે તો આસિત મોદીને ટેગ કર્યા છે. એક યુઝરે લખ્યું છે કે, જંગ તો થશે અને અમે તમારી સાથે છીએ.

LEAVE A REPLY