campaign to make Nepal a 'Hindu-Rashtra

નેપાળને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગ ઝડપથી વધી રહી છે. દેશના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે પણ આ અભિયાનને સમર્થન આપ્યું હતું. જ્ઞાનેન્દ્ર સિંહ નેપાળને હિન્દુ સામ્રાજ્ય તરીકે પહેલાંની જેમ સ્થાપિત કરવા માટેના એક જાહેર અભિયાનમાં તાજેતરમાં સામેલ થયા છે. હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે રાજા અને વિવિધ હિન્દુ સંપ્રદાયોના સભ્યોએ રાષ્ટ્રવ્યાપી દીવા પ્રગટાવ્યા હતા. આ અભિયાન નેપાળના ઝાપા જિલ્લાના કાકરભિટ્ટાથી શરૂ કરવામાં આવ્યું હતું, આ અભિયાનના મુખ્ય આયોજક દુર્ગા પરસાઈ છે, જેઓ નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટી યુનિફાઇડ માર્કશિસ્ટ લેનિનિસ્ટ પાર્ટીની કમિટીના સભ્ય છે. આ કાર્યક્રમમાં રાજાએ કોઈ પ્રવચન નહોતું આપ્યું, પણ દેશની અનિશ્ચિત અને અસ્થિર રાજકીય પરિસ્થિતિ વચ્ચે આ અભિયાનમાં તેમની હાજરી જ મહત્ત્વની હતી. આ હિમાલયન રાષ્ટ્ર 2008માં સેક્યુલર રાષ્ટ્ર જાહેર થયું એ પહેલાં હિન્દુ રાષ્ટ્ર હતું. તેનો શ્રેય 2006માં લોકોની ઝુંબેશને આપવામાં આવે છે, કારણ કે, ત્યારે રાજાશાહી નાબૂદ થઈ ગઇ હતી.

LEAVE A REPLY