ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધ દરમિયાન એક હુમલામાં યુનાઇટેડ નેશન્સમાં કામ કરતા ઇન્ડિયન આર્મીના એક ભૂતપૂર્વ અધિકારીનું મોત થયું હતું. આ અધિકારી એક વ્હિકલમાં મુસાફરી કરી રહ્યાં હતા ત્યારે રફાહમાં તેમના વાહન પર હુમલો થયો હતો. ગયા વર્ષે ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ શરૂ થયા પછી આ વિશ્વ સંસ્થા માટે આ “પ્રથમ આંતરરાષ્ટ્રીય જાનહાનિ” હતી.
46 વર્ષના કર્નલ વૈભવ અનિલ કાલેએ 2022માં ઇન્ડિયન આર્મીથી વહેલી નિવૃત્તિ લીધી હતી આ પછી તેઓ સંયુક્ત રાષ્ટ્રના ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યોરિટી(DSS)માં સિક્યોરિટી કો-ઓર્ડિનેશન ઓફિસર તરીકે જોડાયા હતા. કર્નલ કાલે અન્ય DSS સ્ટાફ સાથે રફાહમાં યુરોપિયન હોસ્પિટલ તરફ મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે સોમવારે સવારે તેમના યુએન વાહનને પર હુમલો થયો હતો.
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ “યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટી એન્ડ સિક્યુરિટી (ડીએસએસ) સ્ટાફ મેમ્બરના મૃત્યુ અને અન્ય ડીએસએસ સ્ટાફને ઈજા થવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સેક્રેટરી-જનરલના નાયબ પ્રવક્તા ફરહાન હકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુટેરેસે યુએનના કર્મચારીઓ પરના તમામ હુમલાઓની નિંદા કરી કરે અને સંપૂર્ણ તપાસની માગ કરે છે.