(PTI Photo)

ઈન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ અને પાંચ વખત હરિયાણાના મુખ્યપ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાનું શુક્રવારે ગુરુગ્રામમાં 89 વર્ષની વયે અવસાન થયું હતું. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલના પુત્ર ચૌટાલાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા, એમ પક્ષના પ્રવક્તાએ જણાવ્યું હતું.

હરિયાણાના અગ્રણી રાજકીય પરિવારમાંથી આવેલા અને એક અગ્રણી પ્રાદેશિક પાર્ટીનો ચહેરો ગણાતા ચૌટાલા વય-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં.તેમના પરિવારમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમની પત્ની સ્નેહ લતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની સહિતના રાજકીય પક્ષોના નેતાઓએ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY