અમેરિકા ખાતેના ભૂતપૂર્વ ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ મંગળવારે ભાજપમાં જોડાયા હતા. તેઓ પંજાબના અમૃતસરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેઓ પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુગની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
બીજેપીમાં જોડાયા પછી સંધુએ ભારત-યુએસ સંબંધોની પ્રગતિ વિશે વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે અને તેનાથી અમૃતસરને પણ લાભ થઈ શકે છે. તેમણે પોતાની નવી રાજકીય ઇનિંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષ પ્રમુખ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો.