ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓફ બ્રિટિશ ગુજરાતીઝ (APPG)ની યુકેની સંસદમાં પ્રથમ બેઠક સોમવારે 6મી માર્ચ 2023ના રોજ હાઉસ ઓફ કોમન્સ ખાતે યોજાઈ હતી. સમગ્ર યુકેના રાજકીય સ્પેક્ટ્રમમાંથી સાંસદો અને લોર્ડ્સ બ્રિટિશ ગુજરાતીઓ માટેની એપીપીજીની સ્થાપના કરવા માટે એકસાથે આવ્યા હતા. ઓ ફોરમ યુકેના ગુજરાતી સમુદાયના મુદ્દાઓ અને ચિંતાઓને સંસદમાં ઉઠાવવા માટે કામ કરશે અને સંસદ અને યુકેના ગુજરાતી સમુદાયને જાણ કરવા માટે વધુ સારી દ્વિ-માર્ગીય પરામર્શ પ્રક્રિયા પૂરી પાડશે.
ઘણા વર્ષોથી, યુકેના ગુજરાતી સમુદાયને પોતાની જરૂરિયાતો પૂરી કરવા અને પોતાના મંતવ્યો યોગ્ય રીતે સમજવામાં આવે અને સરકાર, સ્થાનિક સત્તાધિકારીઓ, વૈધાનિક સંસ્થાઓ, રાજકીય પક્ષો અને સંસદીય પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે APPGની આકાંક્ષા હતી.
એપીપીજીના અધ્યક્ષ ગેરેથ થોમસ એમપીએ કહ્યું હતું કે “યુકેમાં ગુજરાતી સમુદાયના વિઝન અને મહત્વાકાંક્ષાની ઉજવણી કરવા તેમજ સંબોધન કરવા માટે બ્રિટિશ ગુજરાતીઓ માટેની ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપની સ્થાપના કરીને મને આનંદ થાય છે. બ્રિટિશ ગુજરાતીઓની આ APPG સંસદસભ્યોને ગુજરાતી સમુદાયની ચિંતાઓ, આકાંક્ષાઓ, પડકારો અને અવરોધો વિષે સહયોગ કરવા માટે જગ્યા પૂરી પાડશે અને માહિતી આપશે. યુકેમાં ગુજરાતી સમુદાયે આપણા સમાજ અને અર્થતંત્રમાં જબરદસ્ત યોગદાન આપ્યું છે. તમામ ધર્મના ગુજરાતીઓએ સફળ બિઝનેસીસ સ્થાપ્યા છે, નોકરીઓ ઊભી કરી છે અને આપણા સ્થાનિક સમુદાયોમાં સકારાત્મક અસર ઉભી કરી છે. તેમણે નોંધપાત્ર પડકારોનો સામનો કર્યો છે. આ APPG ગુજરાતી સમુદાયને આરોગ્ય અને સુખાકારી, શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો, ઇમિગ્રેશન, ગુજરાત રાજ્ય સાથે દ્વિપક્ષીય વેપાર અને યુકેમાં આર્થિક વિકાસ જેવી બાબતો પર રાજકારણીઓ સાથે જોડાવાની તક પૂરી પાડશે.”
APPGના સેક્રેટરીએટ-લીડ સંજય જગતિયાએ કહ્યું હતું કે “મારી નિમણૂંક કરાતા મને આનંદ થાય છે. આ એપીપીજીની રચના લાંબા સમય સુધી ચાલતું પગલું છે જે યુકેમાં રહેતા ગુજરાતી સમુદાયનો સંસદમાં મજબૂત અવાજ રજૂ કરશે. હું ગુજરાતી સમુદાયના નિષ્ણાતો, નેતાઓ, મંદિરો અને જૂથો સાથે મળીને APPG સમક્ષ સમુદાયના મહત્વના મુદ્દાઓ ઉઠાવવા માટે કામ કરવા આતુર છું”.
યુકેમાં ગુજરાતીઓની વસ્તી 800,000થી વધુની છે અને મોટાભાગે ગ્રેટર લંડન, ઈસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ મિડલેન્ડ્સ, લેન્કેશાયર અને યોર્કશાયર જેવા મેટ્રોપોલિટન વિસ્તારોમાં કેન્દ્રિત છે. મોટાભાગના ગુજરાતીઓ 1960થી 1980ના દાયકામાં મુખ્યત્વે ભારત અને ઇસ્ટ આફ્રિકન દેશોમાંથી વિશાળ સ્થળાંતર કરીને યુકે આવ્યા હતા.
બ્રિટિશ ગુજરાતીઓની ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપનું ‘પબ્લિક લોંચ’ મંગળવાર 25મી એપ્રિલ 2023ના રોજ સંસદના ગૃહોની અંદર યોજાશે જેમાં આમંત્રિત મહેમાનો, કોમ્યુનિટી અને બિઝનેસ લીડર્સ, મંદિરોના પ્રતિનિધિઓ, સખાવતી સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ એપીપીજીમાં કો-ચેર તરીકે બોબ બ્લેકમેન (કન્ઝર્વેટિવ), વાઇસ ચેર તરીકે નવેન્દુ મિશ્રા (લેબર) શૈલેષ વારા (કન્ઝર્વેટિવ) લોર્ડ ધોળકિયા (લિબરલ ડેમોક્રેટ) અને સેક્રેટરી તરીકે વીરેન્દ્ર શર્માની વરણી કરાઇ છે.[email protected] તથા સંજય જગતિયા, 07969 756 164 અને ઇમેઇલ: [email protected]
વધુ માહિતી માટે સંપર્ક: ગેરેથ થોમસ, એમપી, હાઉસ ઓફ કોમન્સ, લંડન, SW1A 0AA. Tel: 020 7219 4243. Email: