ફ્રેશ ફૂડ અને ઓર્ગેનિક કોફી માટે જાણીતી પ્રેટ એ મેન્જર (પ્રેટ) 20 ઓક્ટોબરે હાલની ફ્રેન્ચાઈઝી ડલ્લાસ ઈન્ટરનેશનલ (ડલ્લાસ) સાથે નવી સંયુક્ત સાહસ (JV) ભાગીદારીની જાહેરાત હતી. તેનાથી અમેરિકામાં કંપનીની મહત્વાકાંક્ષી યોજનાઓને વેગ મળશે. અમેરિકા તેનું મુખ્ય ગ્રોથ માર્કેટ છે અને તેમાં તે નવી ઇક્વિટી શોપ્સ અને વધારાના ફ્રેન્ચાઇઝ કરારો દ્વારા વિસ્તરણ કરવા માગે છે.
આ નવી ભાગીદારીના ભાગરૂપે ડલ્લાસને ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા અને વોશિંગ્ટન ડી.સી.માં આવેલા અંદાજે 50 પ્રેટ શોપ્સના સંચાલનનો હક મળશે. આ બજારોમાં તેને એક્સક્લૂસિવ શોપ ખોલવાનો પણ હક મળશે. ડલ્લાસે શોપ્સનું નવીનીકરણ કરવાની યોજના બનાવી છે. તે ડ્રાઇવ-થ્રુ સહિત નવા શોપ ફોર્મેટ વિકસાવવા અને રજૂ કરવા માટે પ્રેટ સાથે કામગીરી કરશે. ડલ્લાસ 2026 સુધીમાં ઇસ્ટ કોસ્ટ પર 10થી વધુ નવી પ્રેટ શોપ્સ પણ ખોલશે.
પ્રેટ એ મેન્જરના સીઇઓ પેનો ક્રિસ્ટોએ જણાવ્યું હતું કે અમે પ્રેટને વૈશ્વિક સ્તરે વધુ માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ બનવાની વિશાળ મહત્વાકાંક્ષા ધરાવીએ છે. અમે નવા બજારોમાં નોંધપાત્ર વૃદ્ધિને કરવા માટે અમારી ફ્રેન્ચાઇઝીઓ સાથે ભાગીદારીમાં કામગીરી કરીએ છીએ. આ અભિગમથી યુરોપ અને એશિયામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને 2026 સુધીમાં વ્યાપારનું કદ બમણું કરવાની યોજના છે. અમે ડલ્લાસ સાથે વૃદ્ધિનો નવો તબક્કો ચાલુ કરવા માગીએ છીએ.
ડલ્લાસના પ્રેસિડન્ટ અને સીઇઓ શેન ઠકરારે જણાવ્યું હતું કે અમે પ્રેટમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને માર્કી બ્રાન્ડના મજબૂત ભાગીદાર તરીકે ગર્વ અનુભવીએ છીએ. આ નવી કંપની બ્રાન્ડ, કોન્સેપ્ટ અને વૃદ્ધિની સંભાવનામાં અમારો વધુ વિશ્વાસ દર્શાવે છે. અમે આ મુખ્ય સ્થાનો અને પ્રદેશોનો ઓપરેશનલ કંટ્રોલ લેવા તથા નવા શોપ ફોર્મેટ, ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટીમના સભ્યોમાં વધુ રોકાણ કરવા માટે આતુર છીએ. ડીલમાં સમાવિષ્ટ દરેક માર્કેટમાં જબરદસ્ત વૃદ્ધિની સંભાવના છે. ડલ્લાસ અમેરિકા અને યુરોપમાં ખાદ્યપદાર્થો અને બેવરેજ શોપ્સ વિકસાવવાનો અને ચલાવવાનો 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.