પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડા સરકાર સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા સેમેસ્ટરથી વિદેશી વિદ્યાર્થી કેમ્પસમાં કામ કરી શકે તેવા કલાકોની સંખ્યા અઠવાડિયા દીઠ 24 સુધી મર્યાદિત કરવાનું આયોજન કરી રહી છે. ઓટ્ટાવામાં ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટિઝનશિપ પ્રધાન માર્ક મિલરે આ જાહેરાત સોમવારે કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓને દર અઠવાડિયે 20 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી આપવાની હંગામી નીતિ મંગળવારે સમાપ્ત થઇ હોવાથી આ નિર્ણય લેવાયો હતો.

ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “કેનેડામાં આવી રહેલા વિદ્યાર્થીઓએ અહીં માત્ર અભ્યાસ જ કરવો જોઈએ. તેમને દર અઠવાડિયે 24 કલાક સુધી કામ કરવાની મંજૂરી આપવી એ સુનિશ્ચિત કરશે કે તેઓ મુખ્યત્વે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, તેમને જ્યારે જરૂર હોય તો કામ કરવાનો વિકલ્પ હોય છે.”

કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ કરાયેલી અગાઉની નીતિની જેમ આ ઘટાડો નોંધપાત્ર છે, જેમાં તેમને દર અઠવાડિયે 40 કલાક જેટલું કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આવા વિદ્યાર્થીઓ ઉનાળાના વેકેશનની જેમ ઉનાળામાં અનુકૂળતા દરમિયાન અમર્યાદિત કલાકો સુધી કામ કરી શકે છે.

IRCCએ એવી પણ જાહેરાત કરી હતી કે, જે વિદેશી વિદ્યાર્થીઓ જાહેર તંત્ર સાથે લાયસન્સિંગ વ્યવસ્થા દ્વારા ખાનગી સંસ્થામાં કોલેજ પ્રોગ્રામ શરૂ કરે છે તેઓ સ્નાતક થયા પછી પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મેળવી શકશે નહીં. આ નિયમ આ વર્ષે 15 મેના રોજ અથવા તે પછી પ્રવેશ મેળવલા લોકોને લાગુ પડશે. કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા સમૂહમાં ભારતીયો મોખરે છે, જે 2023માં ઇસ્યુ કરાયેલા કુલ 684,385 સ્ટુડન્ટ વિઝામાં 278,860નો હિસ્સો ધરાવે છે.

LEAVE A REPLY