પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીનમાં ગયા વર્ષે સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) 1990ના દાયકા પછીથી સૌથી નીચે સરક્યું હતું.આર્થિક નરમાઇનો સામનો કરી રહેલા ચીન સામે તેનાથી વધુ એક પડકાર ઊભો થયો છે. ચીનમાં વિદેશી કંપનીઓ દ્વારા થયેલું નવું રોકાણ 2022ની સરખામણીમાં 2023માં 82 ટકા ઘટી ગયું હતું, જે 1993 પછીથી સૌથી ઓછું છે, એમ ચીનના સરકારી એડમિનિસ્ટ્રેશ ઓફ ફોરેન એક્સચેન્જ (SAFE)ના ડેટા જણાવાયું હતું.

ચીનની બેલેન્સ ઓફ પેમેન્ટમાં ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ લાયેબિલિટી ગયા વર્ષે 33 બિલિયન ડોલર થઈ હતી. ત્રીજા ક્વાર્ટરમાં ચીનમાં વિેદશી સીધું રોકાણ ઘટ્યું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમાં સાધારણ સુધારો જોવાયો હતો.

ચીનમાં સક્રિય વિદેશી કંપનીઓનો નફો 2023માં 6.7 ટકા ઘટ્યો હોવાનું નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ડેટામાં જણાવાયું હતું. આ આંકડા દર્શાવે છે કે કોરોનાકાળ પછીથી ચીનના અર્થતંત્રને કળ વળી નથી. કોરોનાકાળ પછીથી વિદેશી કંપનીઓને ચીનમાં પરત લાવવાના તેના પ્રયાસ સફળ થયા નથી. વિદેશી કંપનીઓ ચીનમાંથી ઉચાળા ભરી રહી હોવાનો પણ આ સંકેત છે. વિવિધ દેશો સાથે ચીનનું ઘર્ષણ તેમાં ભાગ ભજવી રહ્યું છે.

ચીનમાં જાપાનીઝ કંપનીઓનું રોકાણ 2023માં છેલ્લાં એક દાયકામાં સૌથી ઓછું રહ્યું હતું.  જાપાનની માત્ર 2.2 ટકા નવી કંપનીઓએ ચીનમાં રોકાણ કર્યું છે. ભારત કે વિયેતનામમાં ડાઈવર્ટ થયેલા રોકાણ કરતાં પણ આ રોકાણ ઓછું છે. જાપાનીઝ કંપનીઓએ ઓસ્ટ્રેલિયામાં કરેલા રોકાણના 25 ટકા રોકાણ જ જાપાનમાં કર્યું છે.

તાઈવાનની કંપનીઓ પણ ચીનમાં તેમનો બિઝનેસ વિસ્તારવા માગતી નથી. 2001 પછી તેમનું રોકાણ 2023માં સૌથી ઓછું રહ્યું છે. તાઈવાનની કંપનીઓ પરંપરાગત રીતે ચીનમાં સૌથી વધુ રોકાણ કરતી કંપનીઓ રહી છે. પરંતુ આ ટ્રેન્ડ પણ ધીમો પડ્યો છે.

સાઉથ કોરીયાની કંપનીઓએ ચીનમાં ગત વર્ષે રોકાણ ઘટાડ્યું છે. 2023માં પ્રથમ નવ મહિનામાં સાઉથ કોરિયામાંથી ચીનમાં એફડીઆઈમાં 91 ટકાનો ધરખમ ઘટાડો થયો હતો, જે 2002 પછીથી સૌથી ઓછું છે.

LEAVE A REPLY