પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

હોમ ઑફિસના તાજેતરના આંકડા દર્શાવે છે કે યુકેના કેર સેક્ટરમાં નોકરી માટે અરજી કરતા વિદેશી કેર વર્કર્સની સંખ્યામાં 76 ટકાનો ઘટાડો થયો છે અને કુટુંબના આશ્રિતોને યુકેમાં લાવવાના પ્રતિબંધો લાગુ થયા પછીના પ્રથમ મહિનામાં હેલ્થ એન્ડ કેર વિઝા શ્રેણીમાં કુટુંબના આશ્રિતોને લાવવાની અરજોમાં 58 ટકાનો ઘટાડો થયો છે. હેલ્થકેર વિઝા અરજીઓમાં થયેલા નોંધપાત્ર ઘટાડાનું યુકે સરકાર સ્વાગત કર્યું છે. સેંકડો ભારતીય કેર વર્કર્સે પોતે આ દેશમાં અન્યાયી રીતે ફસાઇ ગયા હોવાનું જણાવી મદદ માટે અપીલ કરી છે.

ગયા વર્ષે હેલ્થ એન્ડ કેર વિઝા હેઠળ આવેલા લોકોમાં ભારતીય નાગરિકો ટોચ પર હતા.    સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં આશ્રિતો અથવા જીવનસાથીઓ અને બાળકોની સંખ્યામાં પણ આ વર્ષની શરૂઆતમાં નવા નિયમો અમલમાં આવ્યા ત્યારથી સમાન સમયગાળામાં 79 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

કેટલાક વિદેશી કેર વર્કર્સ બોગસ એજન્સીઓનો ભોગ બનીને યુકે આવી ગયા છે જેમના સ્પોન્સરશીપ લાયસન્સ બંધ થતાં તેમની સિમીત વર્ક પરમિટના નિયમોને યોગ્ય નોકરીની તકો શોધી રહ્યા છે અથવા 60 દિવસમાં દેશનિકાલનો સામનો કરવો પડશે. હોમ ઑફિસે સ્વીકાર્યું છે કે એવા સ્પષ્ટ પુરાવા છે કે કેર વર્કર્સને ખોટા બહાના હેઠળ વિઝા ઓફર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY