ગભરાટ અને મૃત્યુથી ઘેરાયેલા શહેરો અને દેશો, રસીઓ માટે ભયાવહ રીતે ચિંતીત છે પરંતુ ઇનોક્યુલેશન શું હાલત કરી શકે છે તેનાથી સૌ ભયભીત છે. કોવિડ-19ના કારણે દુનિયા હમણાં જ આ તકલીફોમાંથી પસાર થઈ છે. પરંતુ સાયમન સ્કમા ચેપના આતંક અને વિજ્ઞાનના ચાતુર્ય વચ્ચે ફસાયેલી સંવેદનશીલ માનવતાનું મહાકાવ્ય ઇતિહાસ સ્વરૂપે રજૂ કરે છે.

લાક્ષણિક રીતે, સ્કમા દ્વારા અઢારમી અને ઓગણીસમી સદીમાં સેટ કરાયેલી વાતોને રજૂ કરવામાં આવી છે. જેમ કે સ્મોલપોક્સ લંડનને, કોલેરા પેરિસને તો પ્લેગ ભારતમાં ભરડો લે છે. હોસ્પિટલો અને જેલોમાં, મહેલો અને ઝૂંપડપટ્ટીઓમાં – આતંક, વેદના અને આશાના દ્રશ્યો ઉભા કરાયા છે. એક ફિલોસોફર-નાટ્યકાર દેશના ચૅટોમાં શીતળા સાથે સળગી રહ્યા છે તો બીજી તરફ  દક્ષિણ ભારતમાં એક મહિલા ડૉક્ટર પોતાની ઇનોક્યુલેટર-ગાડી સાથે પીડિત લોકોની શેરીઓમાંથી પસાર થઇ રહી છે. પરંતુ જ્યારે પેરિસ, હોંગકોંગ અને મુંબઈમાં મહાન, જીવન બચાવનાર સફળતાઓ મળે છે ત્યારે તેની સફળતાના ખરા હક્કદાર વૈજ્ઞાનિકો પ્રયોગશાળાઓમાં હોય છે.

તે બધાના હાર્દમાં, એક અસંગત હીરો રહેલો છે.. વાલ્ડેમાર હાફકીન. ઓડેસામાં એક બંદૂકધારી યહૂદી વિદ્યાર્થી પાશ્ચર ઇન્સ્ટિટ્યુટમાં માઇક્રોબાયોલોજિસ્ટ બન્યો હતો. જેને બ્રિટિશ ભારતમાં કોલેરા અને બ્યુબોનિક પ્લેગ સામે લાખો લોકોને રસી આપવા બદલ ઇંગ્લેન્ડમાં ‘માનવજાતના તારણહાર’ તરીકે બિરદાવામાં આવે છે. મુંબઈમાં રસીની વિશ્વની પ્રથમ મોટા પાયે પ્રોડક્શન લાઇનના નિર્માતાને આઘાતજનક અન્યાયના કૃત્યમાં દુ:ખદ રીતે નીચે લાવવામાં આવ્યા છે.

ફોરેન બોડીઝ પૂર્વ અને પશ્ચિમ, એશિયા અને યુરોપ, સમૃદ્ધ અને ગરીબની દુનિયા, રાજકારણ અને વિજ્ઞાન વચ્ચેની સરહદોને પાર કરે છે. તેની રોમાંચક વાર્તા તેની સાથે માનવતા અને પ્રકૃતિના પરસ્પર જોડાણ પર લેખકની માન્યતા ધરાવે છે.

લેખક પરિચય

સર સાયમન સ્કમાના પુરસ્કાર વિજેતા પુસ્તકો ધ એમ્બેરેસમેન્ટ ઓફ રિચેસ, સિટીઝન્સ, લેન્ડસ્કેપ એન્ડ મેમરી, રેમ્બ્રાન્ડ્સ આઇઝ, અ હિસ્ટ્રી ઓફ બ્રિટન, ધ પાવર ઓફ આર્ટ, રફ ક્રોસિંગ, ધ અમેરિકન ફ્યુચર વગેરેનો વિશ્વની ત્રેવીસ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. ધ ફેસ ઓફ બ્રિટન અને ઘ સ્ટોરી ઓફ જ્યુઇશ, ન્યૂ યોર્કર માટેની આર્ટ કોલમે નેશનલ મેગેઝિન એવોર્ડ જીત્યો હતો. તેમના લેખો ગાર્ડિયન અને ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં પ્રગટ થાય છે. તેમણે બીબીસી માટે ટોલ્સટોય અને અમેરિકન રાજકારણ જેવા વૈવિધ્યસભર વિષયો પર પચાસથી વધુ ફિલ્મો લખી અને રજૂ કરી છે. તેમણે વિશ્વ કલા, સંસ્કૃતિના ઇતિહાસ પર સીમાચિહ્ન શ્રેણી કો-પ્રેઝન્ટેડ કરી છે. તેમની હિસ્ટ્રી ઓફ નાઉ શ્રેણી નવેમ્બર-ડિસેમ્બર 2022માં BBC2 પર પ્રસારિત થઈ હતી. સ્કમા ન્યૂ યોર્કમાં રહે છે અને કોલંબિયા યુનિવર્સિટીમાં કલા અને ઇતિહાસના પ્રોફેસર છે. ફોરેન બોડીઝ: પેન્ડેમિક્સ, વેક્સિન્સ એન્ડ ધ હેલ્થ ઓફ નેશન્સ એ તેમનું વીસમું પુસ્તક છે.

  • Book: Foreign Bodies: Pandemics, Vaccines and the Health of Nations
  • Author: Simon Schama
  • Publisher ‏ : ‎ Simon & Schuster UK
  • Price: £30

 

LEAVE A REPLY