ફોર્બ્સના બિલિનેયર્સ લિસ્ટ પ્રમાણે ફ્રાંસની લક્ઝરી ગૂડ્ઝ બિઝનેસની દિગ્ગજ કંપની લુઈ વિત્તનના વડા બર્નાર્ડ અરનોલ્ટ વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન બની ગયા છે. જ્યારે ટેસ્લાના વડા ઇલોન મસ્કે હવે વિશ્વના સૌથી અમીર બિઝમેનનું બિરૂદ ગુમાવ્યું છે. મુકેશ અંબાણી $83.4ની સંપત્તી સાથે નવમા ક્રમે છે. છેલ્લા 1 વર્ષમાં લુઈ વિત્તનના બર્નાર્ડ અરનોલ્ટની નેટવર્થ $50 બિલિયનથી વધીને $211 બિલિયન પર પહોંચી ગઈ છે.
પાછલા એક વર્ષમાં 51 વર્ષીય ઇલોન મસ્કની નેટવર્થ $39 બિલિયન ઘટતા ટેસ્લા અને ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ મસ્ક બીજા ક્રમે છે. મસ્કની અંદાજિત સંપત્તી $180 બિલિયન છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં તેમણે ટેસ્લાના શેર વેચીને $44 બિલિયનમાં ટ્વિટર ખરીદ્યું હતું. મસ્કે ટ્વિટર ખરીદતા ટેસ્લાના શેરના મૂલ્યમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો.
74 વર્ષના આર્નોલ્ટ અને તેમનો પરિવાર લુઈસ વીટન, ક્રિશ્ચિયન ડાયો અને ટિફની એન્ડ કંપની જેવી લક્ઝરી બ્રાન્ડની માલિકી ધરાવે છે. તેઓ $211 બિલિયનની નેટવર્થ ધરાવે છે. ગયા વર્ષે તેમની સંપત્તિમાં $53 બિલિયનનો ઉમેરો થયો હતો. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપનીના શેરના ભાવમાં ઘટાડો થતાં $57 બિલિયન ગુમાવ્યા બાદ $114 બિલિયનની નેટવર્થ સાથે ત્રીજા ક્રમે છે.
આ વખતે બિલિયોનેરની સંખ્યા 28 ઘટીને 2,640 થઇ હતી.
ટોચના દસ બિલિયોનેર
ક્રમ | નામ | સંપત્તી બિલિયનમાં |
1 | બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર | $211 |
2 | ઇલોન મસ્ક | $180 |
3 | જેફ બેઝોસ | $114 |
4 | લેરી એલિસન | $107 |
5 | વોરેન બફેટ | $106 |
6 | બિલ ગેટ્સ | $104 |
7 | માઈકલ બ્લૂમબર્ગ | $94.5 |
8 | કાર્લોસ સ્લિમ હેલુ અને પરિવાર | $93 |
9 | મુકેશ અંબાણી | $83.4 |
10 | સ્ટીવ બાલ્મર | $80.7 |