(PTI Photo)

ઇન્ડિયન એરફોર્સના (IAF)ના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીને ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન સોંપવામાં આવી છે. IAFએ વેસ્ટર્ન સેક્ટરમાં મિસાઇલ સ્ક્વોડ્રનની કમાન સંભાળવા માટે હેલિકોપ્ટર પાઇલટ એવા ગ્રુપ કેપ્ટન શાલિઝા ધામીની પસંદગી કરી છે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ એરફોર્સના અધિકારીઓએ જણાવ્યું હતું 2003માં IAFમાં નિયુક્ત થયેલા ધામી એક ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે અને 2,800 કલાકથી વધુ ઉડાનનો અનુભવ ધરાવે છે.

દેશના સશસ્ત્ર દળો મહિલાઓ માટે વધુ મોરચા ખોલી રહ્યાં છે અને તેમને પુરૂષ સમકક્ષોની સમાન તકો આપી રહ્યાં ત્યારે આ ગતિવિધિ થઈ છે. આવી જ નિમણૂકમાં સેનાએ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં મહિલા અધિકારી કેપ્ટન શિવા ચૌહાણને પ્રથમ વખત સિયાચીન ગ્લેશિયર પર તૈનાત કર્યા હતા.

ધામી એરફોર્સની પ્રથમ મહિલા ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર અને વેસ્ટર્ન સેક્ટરમાં હેલિકોપ્ટર યુનિટની ફ્લાઈટ કમાન્ડર પણ છે. ધામી હાલમાં ફ્રન્ટલાઈન કમાન્ડ હેડક્વાર્ટરની ઓપરેશન્સ શાખામાં પોસ્ટેડ છે.

સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના ડાયરેક્ટર જનરલ અને નિવૃત એર માર્શલ અનિલ ચોપરાએ જણાવ્યું હતું કે કોમ્બેટ અને કમાન્ડ એપોઇન્ટમેન્ટમાં મહિલા અધિકારીઓ માટે આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. એક મહિલા અધિકારી તેની કમાન સંભાળી રહ્યાં તે એર ડિફેન્સ યુનિટ્સ સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ ઓપરેશનલ એસેટ છે.

IAF અને નૌકાદળે પણ તેમના સ્પેશિયલ ફોર્સ યુનિટ્સ ગરુડ કમાન્ડો ફોર્સ અને મરીન કમાન્ડોમાં તેમની રેન્કમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે મહિલા અધિકારીઓની નિયુક્તિને મંજૂરી આપેલી છે.

ફેબ્રુઆરીમાં આર્મીએ પ્રથમ વખત મહિલા અધિકારીઓને કમાન્ડની ભૂમિકા સોંપવાનું શરૂ કર્યું હતું. અને તેમાંથી લગભગ 50 મહિલા અધિકારીઓ ઉત્તરીય અને પૂર્વીય કમાન્ડ્સ હેઠળ ફોરવર્ડ લોકેશન સહિત મુખ્ય યુનિટો કમાન સંભાળવા માટે સજ્જ છે. ઉત્તરીય અને પૂર્વીય કમાન્ડ ચીન સાથેની ભારતની સરહદની સુરક્ષા કરે છે.

LEAVE A REPLY