પાકિસ્તાનના અગ્રણી દૈનિક ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને ઓપ-એડ કોલમ પ્રથમ વખત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતા જણાવાયું છે કે મોદીએ ભારતને એવા સ્થાને લાવી દીધું છે કે વિશ્વમાં તેનો પ્રભાવ અને અસર દેખાવા લાગી છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ કુશળતાપૂર્વક આગળ વધી છે અને તેની જીડીપી $3 ટ્રિલિયનથી વધુ થઈ ગઈ છે.
દૈનિકમાં જાણીતા રાજકીય, સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક શહઝાદ ચૌધરીએ તેને ભારતની ઐતિહાસિક પ્રગતિ ગણાવી છે. ભારત હાલમાં તમામ રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લેખકે વધુમાં જણાવાયું છે કે ભારતે મોદીના વડપણ હેઠળ વિદેશ નીતિના મોરચે તેનું પોતાનું ક્ષેત્ર સ્થાપિત કર્યું છે. ભલે મોદીને પાકિસ્તાનમાં ભારે નફરતની નજરે જોવામાં આવતા હોય, પણ તેમણે ભારતને એક બ્રાન્ડ બનાવી દીધી છે, જે અગાઉ કોઈ કરી શક્યું નથી. વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધ્યું છે. અખબારે ભારતીય અર્થતંત્રની પ્રગતિની પણ ખૂબ જ પ્રસંશા કરી છે.
પાકિસ્તાનની નબળી સ્થિતિ અંગે તેમણે લખ્યું છે કે ભારત તેની વિદેશ નીતિ મારફતે વૈશ્વિક સ્તરે ઝડપભેર ઉભરી રહ્યું છે. અમેરિકા સાથે પોતાના સારા સંબંધનો લાભ લઈ રહ્યો છું, પણ પાકિસ્તાનના લોકો બસ ટીકા કરવામાં લાગેલા છે. યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પર આકરા પ્રતિબંધો લાદવામાં આવેલા હોવા છતાં ભારત તેની પાસેથી સસ્તી કિંમતથી ઓઈલ ખરીદી રહ્યું છે,જે ભારતીય વિદેશ નીતિની જીત માનવામાં આવે છે. રશિયા પર અમેરિકાએ પ્રતિબંધ મુકેલા છે અને ભારત સિવાય અન્ય કોઈ તેની સાથે સ્વતંત્રપણે વ્યાપાર કરી રહ્યું નથી. ભારત પોતાની શરતોથી રશિયા પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે અને વિદેશમાં તેને વેચીને ડોલર પણ કમાઈ રહ્યું છે. વિશ્વની બે વિરોધી મહાશક્તિ અમેરિકા અને રશિયા ભારતને પોતાનો સહયોગી દેશ હોવાનો દાવો કરે છે. શું આ આદર્શ કૂટનીતિ નથી?