કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં યોજાશે. પાર્ટી આશરે 64 વર્ષ પછી રાજ્યમાં તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી હતી. તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના તમામ નેતાઓ હાજર રહેશે. પાર્ટી ભાજપની જનવિરોધી”નીતિઓ, બંધારણ પરના તેના કથિત હુમલા અને પક્ષના ભાવિ માર્ગ પગલાંની આ બેઠકમાં ચર્ચાવિચારણા કરશે.
આ અંગેની જાહેરાત કરતા એક નિવેદનમાં કોંગ્રેસ મહાસચિવ, પ્રભારી સંગઠન, કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે પાર્ટીના અધિવેશનની શરૂઆત 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે થશે, ત્યારબાદ 9 એપ્રિલે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં દેશભરમાંથી AICC પ્રતિનિધિઓને હાજરી આપશે અને પક્ષની ભાવિ પગલાંની રૂપરેખા ઘડતી વખતે, જનવિરોધી નીતિઓ અને ભાજપ દ્વારા બંધારણ અને તેના મૂલ્યો પરના અવિરત હુમલાઓ દ્વારા ઊભા કરાયેલા પડકારો પર વિચાર વિમર્શ કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે, જેમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો, રાષ્ટ્રીય પદાધિકારીઓ, પક્ષના વરિષ્ઠ નેતાઓ અને AICCના અન્ય પ્રતિનિધિઓ હાજરી આપશે.
