ઍમેઝૉન પ્રાઇમ પર આવી રહેલી ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની બીજી સીઝન હજી આજે રિલીઝ થઈ રહી છે ત્યારે એની ત્રીજી સીઝનમાં કરીના કપૂર ખાન તેની ગર્લ ગૅન્ગ સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. કરીનાની ગર્લ ગૅન્ગમાં તેની બહેન કરિશ્મા કપૂર, મલાઇકા અરોરા અને અમ્રિતા અરોરાનો સમાવેશ થાય છે. કરીના હાલમાં આ લૉકડાઉનમાં તેની ગર્લ ગૅન્ગને મિસ કરી રહી છે.
તેમની સાથેનો એક જૂનો ફોટો શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘અમે એક ટેબલ પરથી બીજા ટેબલ પર ઘણી વાર સાથે ગયાં છીએ. આટલો લાંબો સમય મારી ગર્લ ગૅન્ગથી દૂર રહેવાનું હું સહન નથી કરી શકતી.’આ પોસ્ટ પર ઍમેઝૉન પ્રાઇમે કમેન્ટ કરી હતી કે તમારો બધાંનો સાથે એક અલગ શો હોવો જોઈએ. તેમની કમેન્ટનો કરીનાએ જવાબ આપ્યો હતો કે ‘મારું પણ એવું જ માનવું છે. જોકે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે? ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની ત્રીજી સીઝન વિશે વિચારી રહ્યા છો, રાઇટ?’