ફૂડ બેંક એઇડના સીઇઓ ડાલિયા ડેવિસે જણાવ્યું છે કે કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીના દબાણ અને કોવિડ રોગચાળાના પરિણામે કેમડેન, ઇસ્લિંગ્ટન, બાર્નેટ, હેરો, હેકની, હેરિંગે અને એનફિલ્ડના નગરોમાં આવેલી તેમની નોર્થ લંડનમાં આવેલી 20થી વધુ ફૂડ બેંકો ખોરાકની અછત અનુભવી રહી છે અને લોકોને સમર્થન આપવા અપીલ કરી રહી છે.
નાઓમી રસેલ દ્વારા માર્ચ 2020માં તેના ગેરેજમાં સ્થાપવામાં આવેલી આ ચેરિટીએ શરૂ તથી £3 મિલિયનથી વધુ ખોરાક અને સામાનનું વિતરણ કર્યું છે. ફૂડ બેન્કો દ્વારા સપ્તાહમાં 14,000થી વધુ લોકોને મદદ કરાય છે, જેમાંથી 4,000 બાળકો છે. દર અઠવાડિયે લગભગ 65,000 વસ્તુઓની ડિલિવરી થાય છે. 250 થી વધુ સ્વયંસેવકો વિવિધ ફૂડ બેંકોને વર્ગીકરણ, પેકિંગ અને ડિલિવરી સહિત તમામ વિતરણ અને કલેક્શનમાં મદદ કરે છે. તેમની સાથે 80થી વધુ સ્થાનિક શાળાઓ સંકળાયેલી છે.
ચેરિટીની સેવાઓની માંગમાં ઘણો વધારો થયો છે. આગામી તહેવારો દરમિયાન ફૂડ બેંક એઇડને વધુ સમર્થન, ખોરાક અને સાંપ્રદાયિક જોડાણની જરૂર છે.
સંપર્ક: ડાલિયા ડેવિસ, સીઇઓ, ફોન: 07799496841 ઇમેલ: [email protected]
ડોનેટ કરવા માટે – www.justgiving.com/foodbankaid