અમેરિકામાં ફ્લોરિડાના હાયલીયા શહેરમાં ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના હાયલીયા શહેરની બિલિયડ ક્લબની બહાર બની હતી, એમ પોલીસે રવિવારે સવારે જણાવ્યું હતું.
મિયામી-ડેડના પોલિસ ડિરેક્ટર આલ્ફ્રેડો રેમિરેઝે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું ગન હિંસાના કાયરતાપૂર્ણ કૃત્યના સ્થળે છું. આ ઘટનામાં બે વ્યક્તિના મોત થયા છે અને બીજા 20ને ઇજાને થઈ છે.
સીએનએના અહેવાલ મુજબ સફેદ કલરની નિસાન પાથફાઇન્ડર કારમાં આવેલા ત્રણ હુમલાખોરોએ એક કાર્યક્રમ માટે એકઠા થયેલા લોકો પર ફાયરિંગ ચાલુ કર્યું હતું. આ ફાયરિંગમાં ઘાયલ થયેલા 20થી 25 વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.