- ન્યુહામ અને બાર્કિંગ સહિત લંડનના કેટલાક ભાગોમાં રસ્તાઓ પર ભરાયેલા પાણીમાં કારો ડૂબી ગઈ હતી.
- લંડનના સેન્ટ જેમ્સીસ પાર્ક વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા.
- ઇસ્ટ લંડનના લેટનસ્ટોન હાઇ સ્ટ્રીટ પર પાણી ભરાતા વિશેષ પગલાં લેવાની જરૂર પડી હતી.
- લંડનમાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે તેમણે જીંદગીમાં પહેલી વખત આવું પૂર જોયું હતું.
- સાઉથ લંડનના ક્લેપામ કોમન ખાતે 12થી 18 ઇંચ જેટલુ પાણી રોડ પર ભરાયું હતું.
- ઇસ્ટ લંડનના હેકની વિકમાં સ્ટેશનની આજુબાજુ 3 ફુટ જેટલા પાણી ભરાયા હતા. એક બસમાં પાણી ભરાતા બસના મુસાફરોને ડીંગી દ્વારા બચાવી લેવાયા હતા.
- સાઉથ લંડનના બેટરસીમાં પાણી ભરાતા રોડ પર બસો ફસાઇ ગઇ હતી. ક્વીનટાઉન રોડ સ્ટેશનની બહાર પાણ ભરાતા ટ્રાફિક “સંપૂર્ણ રીતે બંધ” થઇ ગયો હતો.
- નોર્થ ઇસ્ટ લંડનના વુડફર્ડની શેરીમાં લોકોને પૂરનાં પાણી ઘરોમાં પ્રવેશતા અટકાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
- ધોધમાર વરસાદને પગલે હીટવેવનો અંત આવ્યો હતો અને પાછું હીટીંગ ચાલુ કરવુ પડ્યું હતું.
- આઇલ્સ ઑફ ડોગ્સ અને ડેપ્ટફર્ડ વચ્ચે થેમ્સ નદી પર વીજળી પડતી દેખાઇ હતી.
- ઇસ્ટ લંડનના સ્ટ્રેટફર્ડના પુડિંગ મીલ લેન ખાતેના ડીએલઆર સ્ટેશનમાં પાણી ભરાયા હતા. ઇસ્ટ લંડનના ચિગવેલના ડ્રાઇવરો માટે પણ દિવસ સારો રહ્યો નહોતો.
- શનિવારે સવારે એન્ડોવર, હેમ્પશાયરમાં વીજળી ત્રાટકતા બે મકાનોને આગ લાગી હતી. જેથી રહેવાસીઓને ઘરની બહાર કાઢવા પડ્યા હતા અને 70 વર્ષની સ્ત્રીને પેરામેડિક્સની સારવાર લેવી પડી હતી.
હેમ્પશાયર પોલીસે ભારે વરસાદમાં વાહનચાલકોને કાળજીપૂર્વક વાહન ચલાવવા તાકીદ કરી હતી.