કોરોના મહામરીની વચ્ચે ભારતે આંતરરાષ્ટ્રીય ફલાઇટ પરના પ્રતિબંધને 28 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો છે, એમ ગુરુવારે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું હતું. જોકે આ પ્રતિબંધ ઇન્ટરનેશનલ ઓલ-કાર્ગો ફ્લાઇટને લાગુ પડશે નહીં.
આ અંગે આદેશ જારી કરતાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે સંબંધિત સત્તાવાળા કિસ્સાવાર ધોરણે ઇન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફ્લાઇટને કેટલાંક રૂટ પર મંજૂરી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને પગલે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરી દેવામાં આવી છે. વેદે ભારત મિશન અને એર બબલ હેઠળ કેટલાક દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટને મંજૂરી આપવામાં આવે છે.