વડા પ્રધાન બોરિસ જોન્સને લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં દારૂની એક પાર્ટીમાં હાજરી આપી હોવાનું સ્વીકાર્યા બાદ સમગ્ર યુકેમાં બોરિસ જૉન્સન સામે લોકજુવાળ ફાટી નીકળ્યો હતો. લોકડાઉન પાર્ટીના નવા આરોપો અંગે ડાઉનિંગ સ્ટ્રીટને રાણીની માફી માંગવાની ફરજ પડી હતી તો લેબર, લિબરલ ડેમોક્રેટ્સ અને સ્કોટીશ નેશનાલિસ્ટ પાર્ટીએ વડા પ્રધાનને રાજીનામું આપવા માટે હાકલ કરી હતી. છ કન્ઝર્વેટિવ સાંસદોએ જાહેર કર્યું છે કે તેમને વડા પ્રધાન પર કોઈ વિશ્વાસ નથી. પરંતુ આ બધા પછી પણ એજ્યુકેશન સેક્રેટરી નદીમ ઝહાવીએ સોમવારે નકારી કાઢ્યું છે કે વડા પ્રધાન આ બાબતે કોઇ પણ જોખમમાં છે તો ફોરેન સેક્રેટરી લીઝ ટ્રસે આગળ વધવા અપીલ કરી હતી.
બોરિસ જૉન્સન આજે તેમના રાજકીય જીવન માટે લડી રહ્યા છે અને ટોરી પાર્ટીના નેતાઓ અને સદસ્યો તેમને બચાવવા માટે રચાયેલા ‘ઓપરેશન સેવ બિગ ડોગ’ની ખુલ્લેઆમ મજાક ઉડાવી રહ્યા છે. વડા પ્રધાનના એક સમયના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સે વિસ્ફોટક દાવાઓ કરી જણાવ્યું છે કે તેઓ શપથ લઇ કહેવા માટે તૈયાર છે કે મિસ્ટર જૉન્સનને મે 2020માં નંબર 10 ખાતે યોજાયેલા ડ્રિંક બેશ માટે ચેતવણી આપવામાં આવી હતી કે આવી પાર્ટી માટે તે સમયે આગળ વધવું જોઈએ નહીં. કમિંગ્સનો આ દાવો ગયા બુધવારે 12 તારીખે હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાનના એ નિવેદન સાથે વિરોધાભાસ ઉભો કરે છે જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’તેઓ ‘ગર્ભિતપણે’ માને છે કે તે મેળાવડો કામનો પ્રસંગ હતો.’’
વડા પ્રધાન બોરિસ જોન્સને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ તા. 20 મે 2020ના રોજ 25 મિનિટ માટે ડ્રિંક્સ પાર્ટીમાં રોકાયા હતા અને સ્ટાફનો તેમની સખત મહેનત બદલ આભાર માન્યો હતો અને તેઓ માનતા હતા કે આ એક વર્ક ગેધરીંગ હશે.
ડેઈલી ટેલિગ્રાફે એક એવો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો કે કોવિડ પ્રતિબંધો દરમિયાન સરકારી પરિસરમાં ગેટ-ટુ-ગેધરમાં ઉપસ્થિત રહેવા બદલ અને અન્ય પાર્ટીઓના આયોજન બદલ તપાસ હાથ ધરી રહેલા વરિષ્ઠ સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રે દ્વારા વડા પ્રધાનની મુલાકાત લેવામાં આવી હતી. જો કે ડાઉનિંગ સ્ટ્રીટે ડેઈલી ટેલિગ્રાફના આ અહેવાલનું સમર્થન પણ નથી કર્યું કે નકાર્યો પણ નથી.
આ બધા વિરોધ વચ્ચે જરૂરી છે કે ટોરી પક્ષના નેતૃત્વની હરીફાઈ ત્યારે જ શરૂ થઈ શકે તેમ છે જો 54 ટોરી સાંસદો બેકબેન્ચ 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીને આ અંગે ચિંતા વ્યક્ત કરીને એક પત્ર લખે.
ઝહાવીએ બીબીસી રેડિયો 4 ના ટુડે પ્રોગ્રામને તા. 17ના રોજ જણાવ્યું હતું કે ‘’વડા પ્રધાન તેમના પદ પર જ રહેશે. તેઓ ડિસ્પેચ બોક્સમાં આવ્યા હતા અને માફી માંગતા કહ્યું હતું કે તેઓ પોતાને સંપૂર્ણપણે સંસદમાં રજૂ કરશે, કારણ કે આ જ તો આપણી સંસદીય લોકશાહી છે.”
ટોરી સાસંદોમાંથી ઘણાએ વડા પ્રધાન અંગે તેમના મતદારો પાસેથી ખૂબ જ અઘરી વાતો સાંભળી હતી. કારણ કે મે 2020માં નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટના બગીચામાં માત્ર તે એક જ પાર્ટી નહોતી થઇ, 16 પાર્ટીઓની આખી શ્રેણી વિશે ફરિયાદો છે. ટોરી સાંસદો જાણે છે કે જનતામાં આ માટે દુઃખ અને ગુસ્સાની વાસ્તવિક લાગણી હતી.
એવા અહેવાલ છે કે ડાઉનિંગ સ્ટ્રીટની અંદરની સંસ્કૃતિની ટીકાઓને પગલે શ્રી જૉન્સનની આસપાસના લોકોએ “ઓપરેશન સેવ બિગ ડોગ” શરૂ કર્યું છે જેનો ઇરાદો વડા પ્રધાનને બચાવવાનો છે.
એવા અહેવાલ છે કે ડાઉનિંગ સ્ટ્રીટની અંદરની સંસ્કૃતિની ટીકાઓને પગલે શ્રી જૉન્સનની આસપાસના લોકોએ “ઓપરેશન સેવ બિગ ડોગ” શરૂ કર્યું છે જેનો ઇરાદો વડા પ્રધાનને બચાવવાનો છે.
જેમાં તેમની ટોચની ટીમના સદસ્યોનો સમાવેશ થઈ શકે છે. શ્રી જૉન્સનના સત્તાવાર પ્રવક્તાએ “ઓપરેશન રેડ મીટ”ના અહેવાલોને પણ ફગાવી દીધા છે.કથિત રીતે “ઓપરેશન રેડ મીટ” તરીકે ઓળખાતી યોજનામાં બેકબેન્ચ ટોરી સાંસદોને BBCની લાયસન્સ ફી દૂર કરવી અને ચેનલમાં માઇગ્રેશન નિયમો લાગુ કરવા માટે રોયલ નેવી જહાજોનો ઉપયોગ કરવા જેવી નીતિઓ શામેલ કરવાનું કહેવાય છે.
લેબર લીડર સર કેર સ્ટાર્મરે એલબીસી રેડિયોને જણાવ્યું હતું કે ‘’મિસ્ટર જૉન્સન “નેતૃત્વ કરવા માટે ખૂબ જ નબળા હતા. તેમણે તમામ સત્તા ગુમાવી દીધી છે. આપણે હજી પણ રોગચાળામાં છીએ. તે મહત્વનું છે કે લોકો તે રીતે વર્તે છે જે રીતે વર્તન કરવાની આપણી જરૂરીયાત હોય છે. અમે છેતરપિંડી અને છેતરપિંડીમાં ફસાયેલા વડા પ્રધાનના તૂટેલા તમાશાને જોઈ રહ્યા છીએ, જે નેતૃત્વ કરવામાં અસમર્થ છે.”
બીજી તરફ એવા અહેવાલ છે કે વડા પ્રધાન બોરિસ જૉન્સનને તેમના કેબિનેટ મંત્રીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે લોકડાઉન પાર્ટીના નવા આરોપો અંગે ડાઉનિંગ સ્ટ્રીટને રાણીની માફી માંગવાની ફરજ પડી તે તેમના માટે છેલ્લી તક સમાન છે.
તા. 12ને બુધવારે માફી માંગ્યા પછી જૉન્સનને જાહેરમાં સમર્થન આપનાર કેબિનેટ પ્રધાનોએ કહ્યું હતું કે વડા પ્રધાન માટેના તેમના સમર્થનને યોગ્ય ઠેરવવું અથવા તેમનો બચાવ કરવો વધુને વધુ મુશ્કેલ છે.બીજી કરફ એમ બહાર આવ્યું છે કે ડાઉનિંગ સ્ટ્રીટનો સ્ટાફ રોગચાળા દરમિયાન નિયમિત “વાઇન-ટાઇમ ફ્રઇડેઝ” પાર્ટીનું આયોજન કરતો હતો, જ્યાં તેઓ કામના સપ્તાહના અંતે પીતા હતા.
જૉન્સનના ભૂતપૂર્વ કોમ્યુનિકેશન ડાયરેક્ટર અને હવે ધ સન દેનિકના ડેપ્યુટી એડિટર જેમ્સ સ્લેકે, તેમના પદભાર છોડવા માટે અપાયેલી પાર્ટી માટે માફી માંગી હતી અને કહ્યું હતું કે “આ ઘટના તે સમયે ન થવી જોઈતી હતી જ્યારે તે બન્યું હતું.”
લેવલીંગ-અપ સેક્રેટરી માઈકલ ગોવે કહ્યું હતું કે ‘’ડાઉનિંગ સ્ટ્રીટમાં ફેરફારો કરવાની જરૂર પડશે અને સુશ્રી સુ ગ્રેના અહેવાલના પ્રકાશન પછી શિસ્તબદ્ધ પગલાંની જરૂર પડશે. આપણી પાસે જે કંઈ બન્યું છે તેનો સંપૂર્ણ, સંપૂર્ણ, નિખાલસ હિસાબ હોવો જોઈએ – તે તમામ હકીકતો જણાવો, પછી, જો શિસ્તબદ્ધ પગલાં લેવાની અથવા જવાબદારી લેવાની કોઈ ચોક્કસ જરૂરિયાત હશે તો તે પણ કરાશે.”
તેનાથી વિપરિત ફોરેન સેક્રેટરી અને કન્ઝર્વેટિવ પાર્ટીના સંભવિત નેતા તરીકે ગણાતા લિઝ ટ્રસે કહ્યું હતું કે “તેમણે માફી માંગી છે. મને લાગે છે કે આપણે હવે આગળ વધવાની જરૂર છે અને આપણે મુદ્દાઓને કેવી રીતે ઉકેલવા જઈ રહ્યા છીએ તે વિશે વાત કરવાની જરૂર છે. કન્ઝર્વેટિવ્સે જૉન્સનને “100 ટકા” ટેકો આપવો જોઈએ. મને લાગે છે કે આપણે એક દેશ તરીકે આપણે જે સ્થિતિમાં છીએ તે જોવાની જરૂર છે. હકીકત એ છે કે તેમણે બ્રેક્ઝિટને પાર પડ્યું છે. અમે કોવિડમાંથી બહાર આવી છીએ. આપણે સૌથી ઝડપથી વિકસતા G7ના અર્થતંત્રોમાંથી એકમાં છીએ બૂસ્ટર પ્રોગ્રામ આપી રહ્યા છીએ. હું પાર્ટીઓ અંગે લોકોના ગુસ્સા અને જે બન્યું તેના વિશેની નિરાશાને સંપૂર્ણપણે સમજી શકું છું”.
સુ ગ્રે હવે દસ અલગ-અલગ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે અને તેમનો રિપોર્ટ આવતા અઠવાડિયા સુધીનો વિલંબ થવાની શક્યતા છે.
સુ ગ્રે હવે દસ અલગ-અલગ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે અને તેમનો રિપોર્ટ આવતા અઠવાડિયા સુધીનો વિલંબ થવાની શક્યતા છે.