પ્રતિક તસવીર

એકાસના નવા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે દેશના દર દસમાંથી સાત કર્મચારીઓ (70%) ફ્લેક્સીબલ કામ માટેના નવા કાયદાના ફેરફારોથી અજાણ છે અને જાણતા નથી કે કામના સ્થળે ફ્લેક્સીબલ કામ કરવાની વિનંતી કરવાનું સરળ બનાવવા માટે કાયદો બદલાઈ રહ્યો છે.

આ વર્ષે જાન્યુઆરીમાં હાથ ધરાયેલા યુગોવના સર્વેમાં બહાર આવ્યું હતું કે 43% એમ્પલોયર્સ પણ આ કાયદાના ફેરફારથી અજાણ હતા. એમ્પ્લોયર માટે 26 અઠવાડિયા કે તેથી વધુ સમય માટે કામ કરનાર કર્મચારીઓને હાલમાં પૂછવાનો અધિકાર છે કે શું તેઓ ફ્લેક્સીબલ કામ કરી શકે છે. કાયદામાં કરાયેલા નવા ફેરફાર અંતર્ગત 6 એપ્રિલ 2024થી રોજગારના પ્રથમ દિવસથી તે અધિકાર બનશે. જેનો સંશોધિત પ્રેક્ટિસ કોડ તે જ દિવસે રજૂ કરવામાં આવશે.

LEAVE A REPLY