ફલેડગેટ દ્વારા 1 એપ્રિલ 2021થી સુનિલ શેઠની ફર્મના નવા સિનિયર પાર્ટનર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સુનિલ રિચાર્ડ રૂબેનનું સ્થાન લેશે. જો કે રૂબેન ફલેડગેટની રીયલ એસ્ટેટ પ્રેકટીસ સાથે ભાગીદાર તરીકે જોડાયેલા રહેશે.
પેઢી દ્વારા આજુબાજુના વ્યૂહાત્મક ઉદ્દેશોની શ્રેણી અમલમાં મૂકવા, તેના ઉત્પાદનો અને સેવાની ઓફરમાં વિવિધતા લાવવા, ડિજિટલ પરિવર્તન; માર્કેટ ફોકસ અને તેની મહત્વાકાંક્ષી ત્રણ વર્ષની વ્યૂહરચનાના ભાગરૂપે સુનિલ શેઠની વરણી કરવામાં આવી છે. 2003માં પેઢીમાં જોડાયેલા સુનીલ પેઢીની કોર્પોરેટ પ્રેક્ટિસમાં ભાગીદાર અને ફલેડગેટની ભારતીય ટીમના કો-હેડ છે, જેણે ભારતીય કંપનીઓ, પ્રમોટરો અને હાઇ નેટવર્થવાળા વ્યક્તિઓના અગ્રણી સલાહકારો તરીકે પ્રતિષ્ઠા મેળવી છે. તેમને આંતરરાષ્ટ્રીય ટેક્સ અને એસ્ટેટ પ્લાનિંગ, વેલ્થ મેનેજમેન્ટ અને પ્રાઇવેટ ફંડ્સ અંગે સલાહ આપવાનો નોંધપાત્ર અનુભવ છે.
સુનીલ ચાર વર્ષથી ફલેડગેટના ડાઇવર્સીટી અને ઇન્ક્લુઝન પાર્ટનર અને યુકેમાં સોસાયટી ઑફ એશિયન લોયર્સના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન હતા. તેઓ ડેવિડ રોવ (સીઓઓ) અને ગ્રાન્ટ ગોર્ડન (એક્ઝિક્યુટિવ પાર્ટનર) સાથે કામ કરશે. તેઓ 2011થી ડિસેબિલિટી રાઇટ્સ ચેરિટી સેન્સ ઇન્ટરનેશનલના અધ્યક્ષ અને 2004થી ટ્રસ્ટી છે. તેઓ 1839માં સ્થપાયેલ વિશ્વની સૌથી પ્રાચીન માનવાધિકાર સંસ્થા એન્ટી-સ્લેવરી ઇન્ટરનેશનલના બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ છે. તેઓ વન વર્લ્ડ મીડિયા અને વિક્ટિમ સપોર્ટના ટ્રસ્ટી રહી ચૂક્યા છે, જ્યાં 2007-2010 દરમિયાન વાઇસ ચેર તરીકે કામ કર્યું હતું.
સુનીલ શેઠે તેમની નિમણૂક અંગે જણાવ્યું હતું કે, “ફર્મના ઇતિહાસના આ નિર્ણાયક તબક્કે ફલેડગેટનું નેતૃત્વ કરવા મારા સાથીઓ દ્વારા ચૂંટવામાં આવ્યો તે માટે મને ગૌરવ છે.”
સુનિલ શેઠની નિમણૂક અંગે ગ્રાન્ટ ગોર્ડેને કહ્યું હતું “ફલેડગેટનાં નવા સિનિયર પાર્ટનર તરીકે સુનિલની નિમણૂકની ઘોષણા કરતા અમને આનંદ થાય છે. સુનિલની કુશળતા, અને લોકો અને સંસ્કૃતિ પરનો મજબૂત ટ્રેક રેકોર્ડને, આ કંપનીમાં વ્યાપક આદર આપવામાં આવે છે અને તે અમૂલ્ય બનશે.”
રિચાર્ડ રૂબેને કહ્યું હતું કે “સુનીલને સિનિયર પાર્ટનર બનાવાતા મને આનંદ થાય છે. આ પેઢીના લાંબા સમયથી ભાગીદાર તરીકે, સુનીલ એક મહાન અનુભવ અને પ્રતિબદ્ધતાનું મિશ્રણ લાવે છે, અને મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ પેઢી આગળ વધશે.”