Five year ban against Muslim organization PFI
(ANI Photo)

ભારત સરકારે બુધવારે મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેના સહયોગી સંગઠનો પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રીય ગૃહપ્રધાનના જાહેરનામાં જણાવામાં આવ્યું હતું કે સરકાર PFIની વિધ્વંશક ગતિવિધિઓને જોતા દેશહિતમાં વિધિવિરુદ્ધ ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ, 1967 એટલે કે UAPAના સેક્શન-3ના સબસેક્શન-1 હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરાયો છે. પોપ્યુલ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો દાવો છે કે તેનો ફેલાવો દેશના 23 રાજ્યોમાં છે. કેરળમાં તેના મૂળિયા મજબૂત છે. તે કોંગ્રેસ, ભાજપ અને જેડીએશના પ્રજા વિરોધ નિર્ણયોની નિંદા કરે છે.

તપાસ એજન્સીઓએ ફરી એક વાર મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) સામે દેશવ્યાપી કાર્યવાહી કરી 170થી વધુ લોકોને અટકાયતમાં લીધા હતા. મંગળવારે સાત રાજ્યમાં પીએફના અનેક ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. પાંચ દિવસ પહેલા પણ કથિત ટેરર ફંડિંગના મામલે આવી દેશવ્યાપી કાર્યવાહી કરાઈ હતી. પીએફઆઇ આતંકી પ્રવૃત્તિઓને સમર્થન આપતું હોવાના તેના પર ઘણીવાર આક્ષેપો થયા છે.

મોટાભાગની કાર્યવાહી રાજ્યોની પોલીસ ટીમોએ હાથ ધરી હતી. ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ અને મધ્યપ્રદેશમાં પીએફઆઇના સ્થળો પર દરોડા પડ્યા હતા. મંગળવારે વિવિધ રાજયોની પોલિસ ટૂકડીઓ દેખિતી રીતે સંકલન સાધીને આ સંગઠનના ઠેકાણા પર ત્રાટકી હતી. આસામ અને મહારાષ્ટ્ર પ્રત્યેકમાં 25ની ધરપકડ કરાઈ હતી, જ્યારે ઉત્તરપ્રદેશમાંથી 57 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. દિલ્હીમાંથી 30, મધ્યપ્રદેશમાંથી 21, ગુજરાતમાંથી 10 અને મહારાષ્ટ્રના પૂણેમાંથી છ લોકોને અટકાયતમાં લેવાયા હતા. કર્ણાટકમાંથી પણ કેટલાંક લોકોની ધરપકડ થઈ હતી.

યુપીના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે એન્ટી ટેરરિસ્ટ ક્વોડ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સ્થાનિક પોલીસે એકસાથે 26 જિલ્લામાં દરોડા પાડ્યા હતા. દસ્તાવેજ અને પુરાઠા એકઠા કરાયા હતા. પુરાવાને આધારે વધુ પગલાં લેવામાં આવશે. રાજ્યમાં 57 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
પીએફઆઇ તરફથી તાકીદે કોઇ પ્રતિક્રિયા આવી હતી. આ સંગઠનની સ્થાપના 2006માં થઈ હતી અને તે ભારતમાં વંચિત વર્ગના સશક્તિકરણ માટે સામાજિક કાર્ય કરતું હોવાનો દાવો કરે છે. આ કાર્યવાહીને પગલે પીએફઆઇ સામે દેશવ્યાપી પ્રતિબંધની શક્યતા છે.

આસામના અધિકારીઓના જણાવ્યા અનુસાર નવેસરની કાર્યવાહીમાં પીએફઆઇના 25 કાર્યકરોની ધરપકડ કરાઈ છે. ગોલપરા વિસ્તારમાંથી 10ની અટકાયતમાં લેવાયા હતા. રાજ્યના મુખ્યપ્રધાન હિમંત બિસ્વા શર્માએ અગાઉ જણાવ્યું હતું કે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે વાતાવરણ તૈયાર કરવા બદલ કેન્દ્ર સરકારે પીએફઆઇ સામે પ્રતિબંધ મૂકવો જોઇએ.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પોલીસના સ્પેશ્યલ સેલે નિઝામુદ્દીન અને શાહીન બાગ સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પીએફઆઇ સાથે જોડાયેલા 30 લોકોને અટકાયતામાં લેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ સાવચેતીના પગલાં તરીકે પોલીસે અર્ધલશ્કરી દળોની મદદ લીધી હતી. તપાસ ચાલુ હોવાથી હજુ કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. કાર્યવાહી રાત્રે 12.30 વાગ્યે ચાલુ થઈ હતી અને વહેલી સવાર સુધી ચાલુ રહી હતી.

અગાઉ પીએફઆઇના 106 સભ્યોની ધરપકડ થઈ હતી

અગાઉ 22 સપ્ટેમ્બરે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની આગેવાની હેઠળ વિવિધ તપાસ એજન્સીએ 15 રાજ્યમાં પીએફઆઇ 106 નેતાઓ અને કાર્યકારોનો ધરપકડ કરી હતી. એનઆઇએ હાલમાં પીએફઆઇ સાથે જોડાયેલા 19 કેસોની તપાસ કરી રહી છે. પીએફઆઇ સામે ટેરર ફંડિગ અને ત્રાસવાદી પ્રવૃતિઓને સમર્થન આપવાનો આરોપ છે.

LEAVE A REPLY