અમેરિકામાં હવે પાંચ રાજ્યો પ્રેસિડન્ટની ચૂંટણીનો નિર્ણય કરશે. આ રાજ્યોમાં નેવાડા, એરિઝોના, પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનાનો સમાવેશ થાય છે. અમેરિકામાં પ્રેસિડન્ટની સ્પર્ધા પાંચ રાજ્યોમાં વધુ તીવ્ર બની છે.
મેઇલ-ઇન બેલેટની ગણતરી દરમિયાન બિડેન નેવાડા અને એરિઝોનમાં સાંકડી સરસાઈ ધરાવતા હતા, જ્યારે પેન્સિલવેનિયા અને જ્યોર્જિયામાં ટ્રમ્પની સરસાઈમાં ઘટાડો થઈ રહ્યો હતો. ટ્રમ્પ નોર્થ કેરોલિનામાં પણ થોડી સરસાઈ ધરાવતા હતા. ટ્રમ્પ આગળ છે તેવા આ તમામ રાજ્યોમાં તેમની જીત જરૂરી છે. આ ઉપરાંત તેમણે નેવાડા અથવા એરિઝોના બેમાંથી એકમાં વિજય મેળવવો જરૂરી છે. જો ટ્રમ્પ આ રાજ્યોમાં વિજય નહીં મેળવી શકે તો 1992 પછી તેઓ બીજા પ્રેસિડન્ટ બનશે કે જેમને બીજી ટર્મ નથી. 1992માં રિપબ્લિકન જ્યોર્જ એચ ડબલ્યુ બુશ પણ ફરી વખત જીતવામાં નિષ્ફળ રહ્યાં હતા.