Five people died after being crushed under the tires of a bus in Kalol
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મહિસાગર જિલ્લામાં બુધવારે કાર સાથે અકસ્માત પછી એક ટેમ્પો ખાડા ખાબતા ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા અને આશરે 15 લોકો ઘાયલ થયા હતા. લગ્ન પહેલા સમારંભમાં જવા માટે આ ટેમ્પોમાં ઓછામાં ઓછા 20 લોકો મુસાફરી કરી રહ્યાં હતા.

પ્રાથમિક તપાસને ટાંકીને નાયબ પોલીસ અધિક્ષક પી એસ તડવીએ જણાવ્યું હતું કે, લુણાવાડા તાલુકાના કોઠા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પમાં 20થી 21 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. સામેથી આવી રહેલી એક કાર સાથે ટેમ્પો અથડાયો હતો. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

પ્રાથમિક અહેવાલ મુજબ ટેમ્પોના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ  ગુમાવ્યો હતો. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને એમ્બ્યુલન્સથી મદદથી વધુ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

LEAVE A REPLY