ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક લક્ઝરી એસયુવી પબના ભરચક આઉટડોર ડાઇનિંગ એરિયામાં ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં બે બાળકો સહિત ભારતીય મૂળના પાંચ લોકોના મોત થયાં હતાં.
સિડની મોર્નિંગ હેરાલ્ડે તેના રીપોર્ટમાં જણાવ્યું હતું કે રવિવારની સાંજે રોયલ ડેલેસફોર્ડ હોટેલની ફ્રન્ટ લોનમાં બીએમડબ્લ્યુ કારે સર્જાલા એકસ્માતમાં વિવેક ભાટિયા (38), તેનો પુત્ર વિહાન (11), પ્રતિભા શર્મા (44), તેની પુત્રી અન્વી (નવ), અને ભાગીદાર જતીન ચુગ (30)નું મોત થયું હતું.
શર્મા અને તેમનો પરિવાર પરિવારના મિત્રો સાથે રજા માણી રહ્યા હતા. ભાટિયા અને તેમના પુત્ર વિહાનનું અકસ્માતમાં તાત્કાલિક મૃત્યુ થયું હતું, જ્યારે ભાટિયાની 36 વર્ષીય પત્ની, રૂચી અને છ વર્ષીય પુત્ર અબીરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અબીર શરૂઆતમાં પગ ફ્રેક્ચર અને આંતરિક ઈજાઓ સાથે ગંભીર સ્થિતિમાં હતો. ક્રેશ બાદ પોલીસે વ્હાઇટ BMW સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલના ડ્રાઈવરની પૂછપરછ કરી હતી.