ઓસ્ટ્રેલિયાની ક્લેર પોલોસાક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરનારી પહેલી મહિલા મેચ અધિકારી બની છે. ન્યૂ સાઉથ વેલ્સની 32 વર્ષની પોલોસાક મેચમાં ચોથા અમ્પાયર નિમાઈ હતી. તે આ પહેલાં પુરુષ વન-ડે ક્રિકેટ મેચમાં તો એ મેદાન ઉપર અમ્યાયરિંગ કરનારી પહેલ મહિલા અમ્પાયર તરીકેની સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે.
તેણે 2019માં નામીબિયા અને ઓમાનની વચ્ચે વિશ્વ ક્રિકેટ લીગ ડિવીઝન બેની મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.
ટેસ્ટ મેચ માટે આઈસીસી નિયમો પ્રમાણે ચોથા અમ્પાયરની નિમણુંક યજમાન ક્રિકેટ બોર્ડ પોતાના આઈસીસી અમ્પાયરોની આંતરરાષ્ટ્રીય પેનલમાંથી કરાય છે. ચોથા અમ્પાયરની કામગીરીમાં મેદાન ઉપર નવો બોલ લાવવો, અમ્પાયર્સ માટે ડ્રિંક લઈ જવું, લંચ અને ટી બ્રેક દરમિયાન પીચની દેખરેખ રાખવી અને લાઈટમીટરથી પ્રકાશની તપાસ કરવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કોઈ સંજોગોમાં મેદાન પરના અમ્પાયર બહાર જાય તો ત્રીજા અમ્પાયરે મેદાનમાં સેવા આપવાની હોય છે. ત્યારે ચોથા અમ્પાયરે ટેલીવિઝન અમ્પાયરની ભૂમિકા ભજવવાની હોય છે.