રશિયા અને યુક્રેન યુદ્ધના 15 મહિના પછી પ્રથમ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે હિરોશીમામાં 20મેએ બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. આ યુદ્ધની અસર આખી દુનિયા પર છે. હું તેને માત્ર એક મુદ્દો નથી માનતો, પરંતુ મારા માટે તે અર્થતંત્ર, રાજકારણ અને માનવતાનો મુદ્દો છે. ભારત અને હું યુદ્ધને ઉકેલવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. તમે અમારા બધા કરતાં વધુ જાણો છો કે, યુદ્ધની પીડા શું છે. યુક્રેન મારા માટે માનવતાનો મુદ્દો છે. આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં G-7 શિખર સંમેલન દરમિયાન ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી.