ઇન્ડિયન એરફોર્સે સોમવાર, 3 ઓક્ટોબરે પ્રથમ મેઇડ ઇન ઇન્ડિયા લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સામેલ કર્યા હતા. આ હેલિકોપ્ટરનું નામ પ્રચંડ રાખવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટર સ્વદેશી છે તે તેની સૌથી મોટી ખાસિયત છે અને આ સાથે તેમાં કેટલીક જરુરી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે દુશ્મનના દાંત ખાટા કરી કરી શકે છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં સ્વદેશી હેલિકોપ્ટરનો એરફોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતી. આ પ્રસંગે IAF વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશી હેલિકોપ્ટર હવાઇદળ સાથે જોડાયા તે પહેલા સર્વધર્મ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
ભારતીય એરફોર્સમાં અપાચે અને ચિનૂક હેલિકોપ્ટર બાદ આજે સ્વદેશી લડાકુ હેલિકોપ્ટર ‘પ્રચંડ’ની એન્ટ્રી થઈ ગઈ છે. HCLને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરને પ્રાથમિક રીતે ઊંચાઈવાળા વિસ્તારમાં તૈનાત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.