પ્રતિષ્ઠિત હાર્વર્ડ રીવ્યૂના પ્રકાશનના 136 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય અમેરિકન વિદ્યાર્થીની અપ્સરા ઐય્યર પ્રમુખપદની જવાબદારી સંભાળશે. હાર્વર્ડ ક્રીમ્સનના અહેવાલમાં જણાવ્યું હતું કે, હાર્વર્ડ લો સ્કૂલની બીજા વર્ષની વિદ્યાર્થીની અપ્સરા પ્રીસીલીયા કોરોનાડોની અનુગામી બનીને 137મા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે. હાર્વર્ડ લો રીવ્યુનું પ્રમુખપદ સંભાળી ચૂકેલી માનવંતી પ્રતિભાઓમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા તથા સુપ્રિમ કોર્ટના જસ્ટિસ રૂથ બદેર ગીન્સબર્ગનો સમાવેશ થાય છે. અપ્સરાએ નવી જવાબદારીનું ગૌરવ વ્યક્ત કરતા હાર્વર્ડ લો રીવ્યૂ પ્રકાશનમાં આર્ટીકલ્સની પસંદગી તથા સમીક્ષા માટે વધુ એડીટરોને સમાવવાનો ઇરાદો દર્શાવ્યો હતો.