મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ ભભૂકી ઉઠતાં ઓછામાં ઓછા 14 પૂજારી દાઝી ગયા હતાં. આરતી દરમિયાન ઉડાડવામાં આવેલો ‘ગુલાલ પૂજાની થાળી પર પડવા આગ લાગી હતી. પૂજાની સામગ્રીમાં કપૂર પણ હોય છે અને તે જ્વલનશીલ હોય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે 14 પૂજાઓ ઇજાગ્રસ્ત બન્યાં હતા. તેમને ઉજ્જૈનની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આઠ લોકોને સારવાર માટે ઇન્દોર લાવવામાં આવ્યાં હતાં. મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના સીઈઓ મૃણાલ મીના અને અધિક કલેક્ટર અનુકુલ જૈન તપાસ હાથ ધરીને ત્રણ દિવસમાં રીપોર્ટ સબમિટ કરશે. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાઝી ગયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા આપી હતી