વડોદરમાં મકરપુરા વિસ્તારમાં બુધવારે અગરબત્તીના કારખાનમાં ભીષણ આગની ફાટી નીકળી હતી જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા. ફેટકરીની આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે આઠ કલાકની મહેનત પછી પણ કાબુમાં આવી ન હતી.
મીડિયા રિપોર્ટ મજબ મકરપુરા GIDCમાં આવેલી શ્રીજી અગરબત્તી વર્કસ નામની કંપનીમાં સવારે ચાર વાગ્યે આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઈટર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. જો કે, આગ વધુ વિકરાળ હોવાને કારણે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આગને કાબુમાં લેવા માટે વડોદરા શહેરમાંથી 15 જેટલા ફાયર ફાઈટરના 35 જવાનો આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હોવાનું અનુમાન છે