ભારતની અગ્રણી પીવીસી પાઇપ્સ એન્ડ ફિટિંગ કંપની ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની CSR ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન (MMF) આગામી ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટ ટુર્નામેન્ટ T20i ટ્રોફી 2024ની ટાઇટલ સ્પોન્સર બની છે. આ સ્પોન્સરશીપને પગલે ટીમ ઈન્ડિયા એમએમએફ અને ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રાયોજિત જર્સી કીટ પહેરશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સમર્થન સાથે ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI)ના નેજા હેઠળ પાંચ મેચની T20i સિરિઝ અમદાવાદમાં રમાશે. ઈંગ્લેન્ડનું ફિઝિકલી ડિસેબલ ક્રિકેટ એસોસિએશન (EPDCA) 28 જાન્યુઆરી 2024થી 6 ફેબ્રુઆરી 2024 દરમિયાન પ્રથમવાર ભારતનો પ્રવાસ કરશે.
DCCI અને EPDCA આ ટુર્નામેન્ટ દ્વારા વિકલાંગતા સંબંધિત કલંકને નાબૂદ કરવા અને એકસમાન સમાજના વાતાવરણને પ્રોત્સાહન આપવાનો હેતુ ધરાવે છે.
મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના સીએસઆર કમિટીના ચેરપર્સન રિતુ પ્રકાશ છાબરિયાએ જણાવ્યું હતું કે આ ઉમદા હેતુ માટે ભાગીદારી કરવાની તક આપવા બદલ હું BCCIના સચિવ જય શાહનો આભાર માનું છું. T20i ટ્રોફી 2024ના સ્પોન્સર્સ બનવાનો અમને આનંદ છે. આ એક એવી ટૂર્નામેન્ટ જે અવરોધ-મુક્ત વિશ્વ બનાવવાના અમારા મિશનને અનુરૂપ છે, જ્યાં વિકલાંગ વ્યક્તિઓ પણ વિકાસની સાથે સમૃદ્ધ બની શકે. મુકુલ માધવ ફાઉન્ડેશન વિકલાંગોના પુનર્વસન અને સશક્તિકરણમાં મોખરે છે. તે 9,000થી વધુ વિકલાંગ વ્યક્તિઓના જીવન પર સકારાત્મક અસર કરવાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. હું માનું છું કે આ પ્રવાસ સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક બની રહેશે, જે વધુ સર્વસમાવેશી સમાજનો માર્ગ મોકળો કરશે.