યુએન દ્વારા સ્પોન્સર કરાયેલા વાર્ષિક વર્લ્ડ હેપ્પીનેસ રીપોર્ટ મુજબ ફિનલેન્ડ સતત સાતમાં વર્ષે ટોચના સ્થાને રહ્યું હતું. આ પછીના ક્રમે ડેનમાર્ક, આઇસલેન્ડ અને સ્વીડન આવે છે. 143 દેશોની આ યાદીમાં ભારત 126માં ક્રમે રહ્યું હતું. જ્યારે યુકે 20માં સ્થાને રહ્યું હતું. અમેરિકા ગયા વર્ષના 16માં સ્થાનેથી ગબડીને 23માં સ્થાને આવી ગયું છે.

ઈઝરાયલ પણ રેન્કિંગમાં ટોચના પાંચ દેશોમાં સ્થાન મેળવ્યું છે. કોંગો, સિએરા લિયોન, લેસોથો અને લેબનોન પછી અફઘાનિસ્તાનને સૌથી ઓછા સુખી દેશ તરીકે ગણવામાં આવે છે.મધ્ય પૂર્વના દેશોમાં, UAE 22માં અને સાઉદી અરેબિયા 28માં ક્રમે હતું. એશિયન દેશોમાં, સિંગાપોર 30માં, જાપાન 50માં અને દક્ષિણ કોરિયા 51માં ક્રમે હતું.

એન્યુઅલ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2024 અનુસાર, ભારતના લોકો ખુશ રહેવામાં ઘણા પાછળ છે. દુનિયાના 146 દેશોમાં ખુશીની બાબતમાં ભારતનું રેન્કિંગ 126મું છે. આ ઉપરાંત જો ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે. જયારે અફઘાનિસ્તાનના લોકો ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments