ફ્રાન્સ સરકારના 40 વર્ષીય પ્રધાન માર્લીન શિયાપાનો ફોટો ગ્લેમરસ ‘પ્લેબોય’ મેગેઝિનના કવરપેજ પર આવતા ચકચાર મચી હતી. જોકે પ્રધાને માર્લીન શિયાપાએ ‘કપડાંની સાથે’ આ મેગેઝિનના કવર પર ફોટો પ્રકાશિત કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો કર્યો હતો. ફ્રાન્સમાં માર્લીન શિયાપાનો વિવાદો સાથે જૂનો સંબંધો રહ્યો છે, જેનાથી ફ્રાન્સના દક્ષિણપંથી સામાન્ય નારાજ રહ્યા કરે છે.
પ્રધાન માર્લીન શિયાપાએ ‘પ્લેબોય’ પર ફક્ત પોઝ આપ્યો એટલુ નથી, પરંતુ તેમણે આ સાથે મહિલાઓ તથા સમલૈંગિકોના અધિકારોની સાથે-સાથે ગર્ભપાત પર પોતાના અભિપ્રાય વ્યક્ત કરીને વિવિધ મુદ્દા પર 12 પેજનો ઈન્ટરવ્યુ આપ્યો હતો. શનિવારે માઈક્રો-બ્લોગિંગ વેબસાઈટ પર માર્લીન શિયાપાએ લખ્યું કે, ‘મહિલાઓ દરેક જગ્યાએ, દરેક સમયે પોતાના શરીર સાથે શું કરવા ઈચ્છે છે, એ અધિકારની સુરક્ષા માટે હાજર છું, ફ્રાન્સમાં મહિલાઓ સ્વતંત્ર છે…જૂનવાણી અને પાખંડીઓને ભલે ખરાબ લાગે.’
ગ્લેમર મેગેઝિન ‘પ્લેબોય’ના કવરપેજ પર પ્રકાશિત માર્લીન શિયાપાએ ડિઝાઈનર વસ્ત્રો પહેરેલી તસવીર અંગે કેટલાકનું માનવું છે કે આનાથી ખોટો સંદેશ જશે. આ ઘટનાથી ફ્રાન્સના વડાપ્રધાન અને ડાબેરી ટીકાકારોનું માનવું છે કે પ્રધાને આ પ્રકારે ફોટો છપાવીને ભૂલ કરી છે.