Finance Minister's request to diaspora to use Indian brand
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે ઈન્દોરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનના છેલ્લા દિવસે ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરે છે. (ANI Photo/Shrikant Singh)

ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન પ્લેનરી સેશનમાં સંબોધતા મંગળવાર, 10 જાન્યુઆરીએ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિદેશમાં વસતા ભારતીય સમુદાયના સભ્યોને અનુરોધ કર્યો હતો કે વિદેશી ધરતી પર દેશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની તેમની ભૂમિકાના ભાગરૂપે તેઓ ભારતીય બ્રાન્ડ અને સર્વિસિસનો ઉપયોગ કરવાના પ્રયાસો કરે તથા નાના હોય કે મોટા ભારતીય બિઝનેસિસ સાથે સહયોગ કરે.

બિન-નિવાસી ભારતીયોના યોગદાન પર ભાર મૂકતા કેન્દ્રીય નાણાં પ્રધાને જણાવ્યું હતું કે વિદેશી ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવેલ રેમિટન્સ વર્ષ 2022 માટે લગભગ USD 100 બિલિયન હતું, જે એક વર્ષમાં 12 ટકાનો વધારો છે.

સીતારમને કહ્યું કે ભારતીય સમાજ હવે મહત્વાકાંક્ષી બની ગયો છે, ભૂતકાળથી વિરુદ્ધ તે ડાયસ્પોરાને ઘણી તકો આપે છે. શરૂઆતની ટિપ્પણીમાં સીતારમને ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરતાં કહ્યું  હતું કે સમુદાય તેમના મૂળને પકડી રાખીને, તેઓ જ્યાં રહે છે ત્યાં યોગદાન આપીને “ઉદાહરણ” તરીકે ઉભરી આવ્યા છે. તમે એક એવો સમુદાય છો જેને ભારતને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.

વિદેશમાં વસતા ભારતીયો દેશના બ્રાન્ડ એમ્બેસેડર છે, તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા સીતારમને જણાવ્યું હતું કે ડાયસ્પોરાએ ભારતના વિકાસના માર્ગમાં ભાગ લેવા માટે નવા માધ્યમો શોધવા પડશે અને ઉચ્ચ ધોરણો હાંસલ કરવા માટે વહીવટી નીતિઓમાં ખામીઓ દર્શાવવી પડશે.

ભારતના નાના, મોટો કે લઘુ સહિતના બિઝનેસ સાથે ભાગીદારી કરવાનો અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું, કે તેનાથી આગામી 25 વર્ષમાં ભારત તમારી પાસે હોય તેવા ઉદ્યોગસાહસિક કૌશલ્યોને ઉપયોગ કરી શકશે. તેનાથી અહીંના ભારતીય વ્યવસાયોને તમારા તરફથી લાભ મળશે અને આપણે સાથે મળીને 2047 સુધીમાં દેશનો વિકાસ કરી શકીશું.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 25 ડિસેમ્બર, 2021 સુધીમાં 3.2 કરોડ NRIs અને PIO વિદેશમાં રહેતા હતા.

LEAVE A REPLY