(ANI Photo)
ઝોયા અખ્તરની નવી ફિલ્મ ધ આર્ચીઝથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન, અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા અને શ્રીદેવી-બોની કપૂરની પુત્રી ખુશી કપૂરે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. જાણીતા  કોમિક્સ આર્ચીઝ આધારિત આ ફિલ્મમાં નવોદિત કલાકારોએ કેવું કામ કર્યું છે અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવામાં આવી છે.
આ ફિલ્મની કહાની 1965ના ભારતના રિવરડેલ નામના એક કાલ્પનિક હિલ સ્ટેશનની છે. અહીં આર્ચી તેના મિત્રો સાથે રહે છે. ફિલ્મમાં આર્ચી અને તેના મિત્રો વચ્ચેની સંબંધ અને સમાજ પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવે છે. ફિલ્મમાં એક પાર્ક છે જે આર્ચી અને તેના મિત્રોની મનપસંદ જગ્યા છે. આ પાર્કને તોડીને બિલ્ડર ત્યાં વિશાળ હોટેલ બનાવવા ઇચ્છે છે. યુવાન મિત્રોની આ ટુકડી તેનો વિરોધ કરે છે.
ઝોયા અખ્તરે આ ફિલ્મને હાઈસ્કૂલ મ્યૂઝિકલ કોમેડી તરીકે બનાવી છે. 1990ના દાયકાના બાળકોના ફેવરિટ કોમિક્સ કેરેક્ટર તરીકે આર્ચી એન્ડ્રુઝ (અગસ્ત્ય નંદા), વેરોનિકા લોઝ (સુહાના ખાન), બેટી કપૂર (ખુશી કપૂર), જગહેડ (મિહિર આહુજા), રેગી માંટેલ (વેદાંગ રૈના), એથલ મુગ્સ (ડોટ) અને ડિલ્ટન ડોઈલી (યુવરાજ મેંડા) છે.
આર્ચીઝ કોમિકની દુનિયાના સૌથી મનમોહક પાત્ર પૈકીનું એક છે. અમીર અને અલ્લડ વેરોનિકા લોઝની ભૂમિકામાં સુહાના ખાન છે, જે તેના બિઝનેસમેન પિતાની હોંશિયારી અને મિત્રો પ્રત્યેની વફાદારી વચ્ચે ફસાયેલી છે. તે ફિલ્મમાં પ્રેમાળ અને સાહસિક છોકરીનો રોલ કરે છે. કન્ફ્યૂઝ્ડ આર્ચીના રોલમાં અગસ્ત્ય નંદા આકર્ષક લાગે છે. તે ફક્ત દેખાડવા માટે જીવન જીવે છે. તેને સમજાવવું પડે છે કે બધામાં રાજકારણ છે. આ બધા નવોદિત કલાકારોને સ્ક્રીન પર પોતાને દર્શાવવાની સારી તક મળી છે.

LEAVE A REPLY