Film personalities expressed grief and condolences on the death of Heeraba
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 30 ડિસેમ્બરે તેમના માતા હીરાબેન મોદીના નશ્વર દેહને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની માતાનું 100 વર્ષની વયે અવસાન થયું હતું. (ANI ફોટો)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર રજનીકાંત, ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિતની ફિલ્મ હસ્તીઓએ શુક્રવારે શોક અને સંવેદના વ્યક્ત કરી હતી અને ભગવાન મોદીને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

રજનીકાંતે ટ્વિટ કર્યું હતું કે “આદરણીય પ્રિય મોદીજી. તમારા જીવનમાં ન ભરી શકાય તેવી ખોટ બદલ મારી હૃદયપૂર્વકની સંવેદના છે.

પીઢ અભિનેતા અનુપમ ખેરે લખ્યું: “આદરણીય વડા પ્રધાનજી! તમારા જીવનમાં તેમની જગ્યા કોઈ ભરી શકશે નહીં! પરંતુ તમે ભારત માતાના પુત્ર છો! દેશની દરેક માતાના આશીર્વાદ તમારા પર છે.

ધર્મેન્દ્રએ લખ્યું હતું કે “તેઓ અસાધારણ જીવન જીવ્યા હતા. દિવંગત આત્માને મારી શ્રદ્ધાંજલિ.અક્ષયકુમારે જણાવ્યું હતું કે આ દુઃખ સહન કરવાની ભગવાન વડાપ્રધાન મોદીજીને શક્તિ આપે તેવી પ્રાર્થના. અજય દેવગણે જણાવ્યું હતું કે હીરાબેને આપેલા મૂલ્યોથી દેશને મોદી જેવા નેતા મળ્યાં છે.

મોહનલાલે શોકસંદેશમાં લખ્યું હતું કે માનનીય વડાપ્રધાનજીને તેમની સૌથી પ્રિય માતા, શ્રીમતી હીરાબેન મોદીની ખોટ પર ઊંડી સંવેદના. તેમના સૌમ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થનાઅનિલ કપૂરે કહ્યું કે માતા-પિતાની ખોટ હંમેશા હૃદયદ્રાવક હોય છે અને ક્યારેય આસાન હોતી નથી.

LEAVE A REPLY