બોલિવૂડમાં પ્રતિષ્ઠિત ગણાતા 66મા ફિલ્મફેર અવોર્ડ્સની જાહેરાત શનિવાર, 27 માર્ચના રોજ મુંબઈમાં કરવામાં આવી હતી. દિવંગત ઈરફાન ખાનને બે અવોર્ડ મળ્યા હતા. ‘અંગ્રેજી મીડિયમ’ માટે બેસ્ટ એક્ટર તથા મરણોપરાંત લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. સૌથી વધુ અવોર્ડ તાપસીની ફિલ્મ ‘થપ્પડ’ને મળ્યા હતા. આ ફિલ્મને 7 અવોર્ડ મળ્યા હતા, જેમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સ્ટોરી સહિતના અવોર્ડ સામેલ હતા. ‘થપ્પડ’ ફિલ્મમાં અભિયન બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તાપસી પન્નુને મળ્યો હતો.
78 વર્ષીય અમિતાભ બચ્ચનને ક્રિટિક્સે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કર્યા હતા. બિગ બીને ‘ગુલાબો સિતાબો’ માટે આ અવોર્ડ મળ્યો હતો. આ વર્ષે રિતેશ દેશમુખ અને રાજકુમાર રાવ ફિલ્મફેર અવોર્ડના હોસ્ટ હતા. એવોર્ડ વિજેતા નીચે મુજબ છે.
બેસ્ટ ફિલ્મ: થપ્પડ
બેસ્ટ ડિરેક્ટર: ઓમ રાઉત (‘તાન્હાજી’)
શ્રેષ્ઠ અભિનેતાઃ ઈરફાન ખાન (‘અંગ્રેજી મીડિયમ’)
શ્રેષ્ઠ અભિનેત્રીઃ તાપસી પન્નુ (‘થપ્પડ’)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ): સૈફ અલી ખાન (‘તાન્હાજી’)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ): ફારુખ જાફર (‘ગુલાબો સિતાબો’
બેસ્ટ ડેબ્યૂ ફીમેલ: અલાયા એફ. (‘જવાની જાનેમન’)
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર: રાજેશ ક્રિષ્નન (‘લૂટકેસ’)
બેસ્ટ મ્યૂઝિક આલ્બમ: પ્રીતમ (‘લૂડો’ માટે)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): રાઘવ ચૈતન્ય (એક ટુકડા ધૂપ, ફિલ્મ- થપ્પડ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): અસીસ કૌર (મલંગ, ફિલ્મ- મલંગ)
ક્રિટિક્સ અવોર્ડ
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ): એબ આલે ઉ
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) મેલ: અમિતાભ બચ્ચન (‘ગુલાબો સિતાબો’)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) ફીમેલ: તિલોતમા શોમ (સર)