નીસડેન મંદિર તરીકે ઓળખાતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માતા અને વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક એવા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે સાત એકરની જગ્યામાં 22 થી 31 જુલાઈ 2022 દરમિયાન યોજાયેલા ઐતિહાસિક ‘ફેસ્ટીવલ ઓફ ઇન્પીરેશન’ની સમગ્ર લંડન અને યુકેના 75,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં હિંદુ મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 3,000થી વધુ સ્વયંસેવકોએ સેવી આપી હતી.
પૂ. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પ. પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રેરિત આ ઉત્સવ વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયને આનંદ આપવા અને એકસાથે વિકાસ કરવામાં મદદ કરવા માટે સમર્પિત કરાયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે તેમના સમગ્ર જીવન દરમિયાન જાળવી રાખેલા સંવાદિતા, આદર, કરુણા અને સખત મહેનતના મૂલ્યોની ઉજવણી કરાઇ હતી.
આ મૂલ્યો બાળકોની એડવેન્ચર લેન્ડ ‘આઇલેન્ડ ઓફ હીરોઝ’ ખાતે આબેહૂબ રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા. જે મ્યુઝિકલ પ્રોડક્શન, શેડો પ્લે, 4D ઇમર્સિવ અનુભવ, યુવી જાદુઈ જંગલ, એસ્કેપ રૂમ, ઓબસ્ટેકલ કોર્સ, વિશાળ રંગીન ગુફા, ઇન્ટરેક્ટિવ ગેમ્સ દ્વારા રજૂ કરાયા હતા. યુવા કલાકારો અને ક્રૂએ ફેસ્ટિવલના દસ દિવસ દરમિયાન કુલ 1,200થી વધુ શો રજૂ કર્યા હતા જે માટે ઘણા મહિનાઓ સુધી આયોજન, તૈયારી અને રિહર્સલ કરાયું હતું.
મુલાકાતીઓએ આઉટડોર સ્ટેજ પરથી લાઇવ મ્યુઝિક અને નૃત્યના વાઇબ્રન્ટ મિશ્રણનો પણ આનંદ માણ્યો હતો. જ્યાં યુકેમાં ભારતીય સંગીતના સૌથી વખાણાયેલા કલાકારોએ દસ દિવસમાં 120 થી વધુ કાર્યક્રમો રજૂ કર્યા હતા. લોકોએ ‘ફ્લેવર્સ ઑફ ઈન્ડિયા’ ફૂડ કોર્ટમાં સ્વાદિષ્ટ અને તાજા શાકાહારી ભોજનનો આનંદ માણ્યો હતો.
ફેસ્ટિવલની અન્ય હાઈલાઈટ્સમાં કોમ્યુનિટી હેલ્થ હબનો સમાવેશ થાય છે જ્યાં અગ્રણી બ્રિટિશ ચેરીટી સંસ્થાઓ અને નિષ્ણાતોએ સ્ક્રિનિંગ, ફિટનેસ સેશન્સ, વેલબીઇંગ વર્કશોપ અને રસોઈ પ્રદર્શન, મલ્ટીમીડિયા સ્ક્રીનિંગ, વિડિયો શો અને ઇન્ટરેક્ટિવ પ્રેઝન્ટેશનનો લાભ લીધો હતો.
હજારો લોકોએ મંદિરના પ્રાંગણમાં પૂ. પ્રમુખસ્વામી મહારાજની 27 ફૂટની પ્રતિષ્ઠિત પ્રતિમા સમક્ષ દૈનિક મહા-આરતીમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલે પરિવારો તેમજ સમાજના તમામ ક્ષેત્રોના મુલાકાતીઓમાં આભા ઉપસાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, એમપીએ જણાવ્યું હતું કે “આ માત્ર અકલ્પનીય અને પ્રેરણાદાયી છે. આ એક ‘પ્રેરણાનો ઉત્સવ’ છે, પરંતુ વાસ્તવિક પ્રેરણા બાળકો અને સ્વયંસેવકો પાસે છે જેમણે આ બધું કર્યું છે.”
લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર, એન્જેલા રેનર, એમપીએ જણાવ્યું હતું કે “નીસડેન ટેમ્પલ ખાતેના ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન’માં ઉપસ્થિત રહેતા ખરેખર આનંદ થાય છે. ‘આઇલેન્ડ ઓફ હીરોઝ’માં રજૂ થયેલ ‘માઉન્ટેઇન ઓફ શ્રવણ’ પ્રોડક્શન દેશના દરેક બાળકે જોવાની જરૂર છે. મને નથી લાગતું કે મેં આવો શો કે પ્રોડક્શન ક્યારેય જોયું હોય.”
ફેસ્ટિવલના અગ્રણી સ્વયંસેવક મનોજ પટેલે જણાવ્યું હતું કે, “અમે મુલાકાતીઓના હકારાત્મક પ્રતિસાદ અને અનુભવોથી નમ્ર છીએ. આ બધું સ્વયંસેવકોની સમર્પિત ટીમ દ્વારા શક્ય બન્યું છે જેમણે આપણા વિશ્વને વધુ સારું સ્થાન બનાવવામાં મદદ કરવા પ્રમુખ સ્વામી મહારાજના સાર્વત્રિક મૂલ્યોને વહેંચવા માટે અ
થાક મહેનત કરી છે.”