યુકે ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (એફસીડીઓ)ની ‘યુકે-ઈન્ડિયા ડેવલપમેન્ટ પાર્ટનરશિપ સમરી’ના આંકડાઓ અનુસાર 2023-24 માટે ફાળવવામાં આવેલ આશરે £38 મિલિયનની લોનની 75 ટકા રકમ યુકેના દ્વિપક્ષીય સહાય કેન્દ્રમાં “ક્લાઇમેટ એન્ડ નેચર” થીમ પર પ્રભુત્વ ધરાવે છે જ્યારે બાકીનું 24 ટકા ફંડ “બાયલેટરલ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ (બીઆઈપી)ની થીમ હેઠળ આવે છે. જ્યારે એક ટકા રકમ “ગ્લોબલ હેલ્થ” હેઠળ આવે છે.
ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્રને અપાતી સહાય અંગેની ટીકાઓ વચ્ચે, FCDO એ નિર્દેશ કર્યો હતો કે તે ડેવલપમેન્ટ પાર્ટનરશીપ મોડલ હેઠળ તમામ નાણાં પાછા મળશે અને તે પરંપરાગત સહાય ભંડોળના આધારથી અલગ હોય છે. યુકેની સહાય ભારતને વ્યાપારી રોકાણો દ્વારા તેના કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરે છે, આ પરંપરાગત વિકાસ સહાય નથી.
તાજેતરના પોલિસી પેપર મુજબ, 2024-25માં ભારત માટે FCDO દ્વિપક્ષીય વિકાસ સહાયનું બજેટ વધીને £57 મિલિયન થવાની ધારણા છે. યુકેની મોટાભાગની વિકાસ સહાયનું બ્રિટિશ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ (BII) દ્વારા રોકાણ કરાય છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય સેવાઓ અને આરોગ્યસંભાળ સહિતના મુખ્ય ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.
ભારતમાં BII નું રોકાણ 500,000 થી વધુ નોકરીઓને સીધું સમર્થન આપે છે. તાજેતરના વર્ષોમાં ભારત માટેની વિકાસ સહાય માટે “વિભાજિત” અભિગમની યુકે સરકારના ઇન્ડિપેન્ડન્ટ એઇડ ઇન્સ્પેક્ટર દ્વારા કરાયેલી સખત ટીકાના પગલે આ નવીનતમ અપડેટ આવ્યો છે.