Fashion philosophy

હેલ્લો ! તમે બધા કેમ છો? મજામાં હશો તેવી આશા રાખું છું. હું પણ મજામાં છું. ફેશન વિષય એટલો મોટો છે કે તેમાં ખુબ જ વસ્તુઓ સમાવી શકાય. પણ જો તમે તે જ નેરો માઇન્ડેડ રીતે વિચારો તો, કપડાં, મેક અપ, વાળ, નખ, ચંપલ વગેરે જેવી પ્રથમ નજરે દેખાતી વસ્તુઓને જ મોટેભાગે લોકો ફેશન ગણતા હોય છે. જયારે મારે આ વિષય પર લખવાનું છે તેવી જાણ થઇ ત્યારે મારા મગજમાં આ સિવાયના ફેશનને લગતા ઘણા વિચારો આવ્યા. અને ત્યારબાદ મેં આ અંગે વાંચવાનું અને ચિંતન કરવાનું ચાલુ કર્યું. આપણે ફેશનને લગતી ઘણી બધી વાતો કરી છે. ગત સપ્તાહે વેલેન્ટાઈન ડે ની ફેશનને લગતી વાતો કરી, આશા છે કે ગમી હશે.

ફેશન ફિલોસોફી કે અહીં કપડાંની ફિલોસોફી કહીયે તો પણ ચાલે. આ વિશે હું લાંબા સમયથી વાંચું છું અને વિચારું છું. મને ઘણી નવી અને અચંબો અપાવે આવી વાતો જાણવા મળી તો થયું કે મારે આ વાતો તમારી સાથે શેર કરવી જોઈએ. હમણાં એક ફેશન શો થયો હતો જેમાં મોડેલને ન્યૂડ વૉક કરાવી ને તેની ઉપર લોકો ની સામે જ તેની ઉપર સ્પ્રે કરીને ઇન્સ્ટન્ટ ડ્રેસ બનાવી દીધો. મને અચંબો થયો દરેક વસ્તુ નો. કદાચ આ વસ્તુ કોઈ માટે નવાઈ ના પમાડે પણ એક સેકન્ડ માટે હું જરા ચોકી ગઈ ખરી, દાદ દેવી પડે તે મોડેલ ને જેનામાં એટલો કોન્ફિડેન્સ છે અને પેલા આર્ટિસ્ટ્સને કે આટલી ઝડપથી તેમને ડ્રેસ લોકોની સામે બનાવી દીધો. આપણે કોઈ પણ ફેશન શો જોઈએ તો તેના થીમ ની વાત કરતા હોઈએ છીએ, ડિઝાઈનરની માનસિકતા ની વાતો કરીયે છીએ. અરે આપણે કોઈને મળીયે ત્યારે તેણે પહેરેલા કપડાં માટે પણ આપણે એક સેકન્ડ વિચારતા હોઈએ છીએ તો એને જ ફેશન ફિલોસોફી કહી શકાય.

Indian fashion and glamour model with different moods and dresses

ફિલોસોફી એટલે કોઈ પણ વિષય પર તમારા માટે તથા જીવનના અર્થને જાણીને તે અંગેનો વ્યવહાર હોવો. આમ તો કોઈ પણ ફિલોસોફી એ ખુબ જ વ્યક્તિગત બાબત છે. જેમાંથી ફેશન બાકાત નથી. પણ જો આ વિચાર પર રોશની નાખીયે તો એવું કહી શકાય કે, કપડાં એક રસ્તો છે તમારી અંદરના વિચારોને અને માન્યતાઓને રસ્તો આપવાનો, દુનિયા સામે પ્રસ્તુત કરવાનો. તમને થશે કે અચાનક ફેશન ફિલોસોફીની વાત શા માટે? તો જુઓ, અત્યારના ફાસ્ટ, હાઇએન્ડ અને કોમ્પિટિટિવ દુનિયામાં આપણે આપણા મનને ઓળખવું જરૂરી છે. આપણે ઘણી વાર વાત કરી કે ફેશન કે મૉટે ભાગે કપડાં તે તમારી પહેલી ઓળખ હોય છે. તો તમારી પોતાની ઓળખ કેવી હોવી જોઈએ તેની સમજ હોવી જરૂરી છે.

ભારતમાં લગભગ બે દાયકા પહેલા તો મોટાભાગના લોકો એ હાઇએન્ડ બ્રાન્ડ્સનું નામ સાંભળ્યું નહિ હોય અને એ અંગે ખાસ વિચાર્યું પણ નહિ હોય. પરંતુ આજકાલ માર્કેટમાં અલગ-અલગ બ્રાન્ડ્સની સાથે એક અલગ જ સ્ટેટસ જોડાઈ ગયું છે. હાઇએન્ડ બ્રાન્ડ અનુસાર ‘ફેશન ફિલોસોફી’ એક ‘ટ્રુ આર્ટ’ જેવું છે, જે જોવાવાળાની દ્રષ્ટિ પર ખુબ જ નિર્ધારિત છે. કંઈ પણ સાચું-ખોટું નથી હોતું, પરંતુ તમારી પસંદનું શું છે તે જરૂરી છે. કોઈ માટે માત્ર સુંદર લાગવું જ જરૂરી હોય છે. તો કોઈ માટે સિમ્પલ દેખાવ ભલે હોય પણ ઈમોશન જોડાયેલા હોય છે. તો ફેશન ફિલોસોફી આપણને અહીં મદદરૂપ થાય છે.

આપણા બધા પાસે થોડા બેઝિક ગણાય તેવા જેમ કે બ્લેક કે વ્હાઇટ ટી-શર્ટ , શર્ટ્સ અને જીન્સ કે પછી બ્લેક ડ્રેસ, પાર્ટીવેર, ઇન્ડિયન ટ્રેડિશનલ વેર વગેરે કપડાં હશે જ, પરંતુ કેટલા જીન્સ, કેટલા ટી-શિર્ટ્સ કે શર્ટ્સ, કેટલા ડ્રેસીસ રાખવા તે ખુબ જ વ્યક્તિગત પસંદગી છે. આજકાલ આ જ માનસિકતા પર ઘણી ચર્ચાઓ થાય છે. આ વાતો માંથી બે વાતો પર મારુ ખાસ ધ્યાન ગયું જેની વાત આપણે કરીશું. પહેલા વાત કરીયે ‘કેપ્સ્યુલ ક્લોઝેટ’ કે ‘કેપ્સ્યુલ વોડ્રોબ’ ! આ શબ્દનો ઉપયોગ સૂઝી ફોક્સએ ૧૯૭૦માં કર્યો હતો. તે સમયે તેમણે આ શબ્દનો ઉપયોગ એવા જરૂરી કપડાઓ માટે કર્યો જે હંમેશા ફેશનમાં રહે છે અને તમે તે બધા કપડાને અલગ-અલગ કોમ્બિનેશન માં પહેરી શકો છો. હવે, આ માનસિકતામાં તમે ઓછા ખર્ચમાં તમારી પાસે જે છે તેને મિક્સ એન્ડ મેચ કરી તમારા અઠવાડિયાના સાત દિવસના કપડાં તૈયાર કરી શકો છો ! અત્યારે જે મિનિમલિસ્ટિક લાઈફસ્ટાઇલની વાતો થાય છે જેમાં આ કેપ્સ્યુલ વોડ્રોબની રીત ને યોગ્ય ગણી શકાય. કેપ્સ્યુલ વોડ્રોબ એટલે તમારા વોડ્રોબમાં રહેલા કપડાંની સંખ્યા ઓછી હોય તથા એવા કપડાં જેના કલર્સ, ડિઝાઇન અને પેર્ટન એકબીજાની સાથે મેચ કરીને પહેરી શકાય અને નાની જગ્યામાં માવડાવી શકાય. આજકાલ કેપ્સ્યુલ વોડ્રોબની માનસિકતા ધરાવતો એક વર્ગ જોવા મળે છે, જે મિનિમલિસ્ટિક લાઇફસ્ટાઇલ ધરાવે છે. આ રીતે તમે તમારો દેખાવ નક્કી કરી શકો તથા એક નક્કી કરેલી રકમમાં તમારું જીવન ગોઠવી શકો. બચત તો થાય જ છે પરંતુ સિમ્પલ લિવિંગ,હાઈ-થીંકીંગને જીવનમાં મુકવાનો મોકો મળે છે.

આ ઉપરાંત બીજો રસપ્રદ શબ્દ છે ‘ક્લોસેટ ડીટોક્સ’. આપણે ડીટોક્સ શબ્દથી તો પરિચિત છીએ જ. આજકાલ આપણા શરીરને ડીટોક્સ કરવાના ખુબ ઉપાયો તથા ફાયદા વિષે ચર્ચા થઇ રહી છે. પરંતુ કપડામાં ડીટોક્સ !!! આપણને બધાને જીવનમાં ઘણીબધી વખત એવું થતું હોય છે કે આપણી પાસે હવે પહેરવા માટે કંઈજ નથી કે આપણા કબાટમાં કશું યોગ્ય નથી ,જે તમે હવે પહેરી શકો.આ વિચાર કપડાં ‘ના’ હોવાથી નહિ પરંતુ ક્યારેક વધુ પડતા કપડાં હોવાથી પણ આવી શકે છે. એકવાર તમારો કબાટ ખોલીને જોજો, તમને એવા ઘણા કપડાં મળશે જે તમે એકથી વધુ વાર પહેર્યા નહિ હોય. અને એવા એક-બે કપડાં હશે જે તમે વારંવાર પહેર્યા હશે. જે વારંવાર પહેરતા કપડાં છે,તે તમારી પહેલી પસંદ હોય છે. અને કદાચ જરૂરિયાત પણ. તો ક્લોઝેટ ડીટોક્સ આ જ વાતની પૂરતી કરે છે. એકવાર સમય કાઢીને આપણે આપણા કબાટમાં નજર કરવી જોઈએ અબે તેમાંથી ઓછા પહેરતા કે બિલકુલ ના પહેરતા કપડાને ડોનેટ કરવા જોઈએ. આ વાતનો મતલબ એ નથી કે જે છે એ બધું કાઢીને નવું લેવું, ના. આ વાતનો મતલબ છે કે જે જરૂરી છે કે નહિ તે વિચારવું. જે અત્યારની મટિરિઅલિસ્ટીક લાઈફમાં અનુકરણ કરવું ખુબ જ મુશ્કેલ છે. પણ પ્રયત્ન જરૂર કરી શકાય. આમ તો, આ વાત વાંચવી કે સાંભળવી સારી લાગે. પરંતુ અમલમાં મુકવામાં થોડી અઘરી છે. તમે જો જો આપણા દાદા-દાદીના કબાટમાં, જરૂર પૂરતી વસ્તુઓ જ મળશે. જયારે અપને બધું સંગ્રહ કરવામાં માનતા થયા છીએ. ફરી અહીંયા કહેવા માંગીશ, કે કશું ખોટું નથી હોતું પરંતુ કંઈક કરવાથી વધુ ફાયદો થાય તો તે વધુ સારું હોય છે. આ લેખ લખવાથી એ સાબિત નથી થતું કે લેખક પોતે પણ આ લાઇફસ્ટાઇલ જીવે છે. હા, પ્રયત્ન ચોક્કસપણે કરતી રહુ છું અને આ કરવાનો આગ્રહ પણ રાખીશ. પરંતુ આ રીત જો કોઈ અપનાવી શકે તો ખુબ સારું. કપડાં તે પોતાની વ્યક્તિગત પસંદ છે. કોઈને દરેક ઓકેઝન, મૂડ પ્રમાણેના કપડાં ગમે અને કોઈ તેને ‘વેસ્ટ ઓફ મની’ અને ‘વેસ્ટ ઓફ ટાઈમ’ મને છે. ફેશન પણ વ્યક્તિગત છે. પણ ફેશનનો એક જ રુલ ગણી શકાય કે સારા લાગવું જરૂરી છે, કમ્ફર્ટની સાથે.

બીજા બધા વિષયોમાં ફિલોસોફીમાં જેમ અલગ-અલગ વિચારો જોડાયેલા હોય છે, તેમ જ ફેશન ફિલોસોફીમાં પણ અલગ-અલગ વિચારો જોડાયેલા છે. પરંતુ જો એ બધાને ટૂંકમાં કહેવું હોય તો, તમારી અંદર રહેલા વિચારોને પ્રસ્તુત કરવા માટેનો ખુબ સારો રસ્તો છે ફેશન.

LEAVE A REPLY