બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ રિટેલે ભારતના સૌથી જૂના ફેશન હાઉસ રિતુ કુમારનો 52 ટકા હિસ્સો ખરીદ્યો છે. અગાઉ કંપનીએ બોલિવૂડ સેલિબ્રિટીમાં પ્રખ્યાત દેશી લેબલ મનીષ મલ્હોત્રામાં પણ નોંધપાત્ર ભાગીદાર ખરીદી હતી.
એક સપ્તાહની અંદર જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કોઈ ડિઝાઈનર બ્રાન્ડમાં બીજુ રોકાણ છે. આ પહેલા શુક્રવારે, રિલાયન્સ બ્રાન્ડસએ મનીષ મલ્હોત્રાની બ્રાન્ડમાં 40 ટકા ભાગીદારી માટે રોકાણ કર્યું હતું. કંપનીના સ્ટેટમેન્ટ મુજબ, રિતુ કુમારના પોર્ટફોલિયો રિતુ કુમાર, લેબલ રિતુ કુમાર, આરઆઈ રિતુ કમાર, આરકે અને રિતુ કુમાર હોમ એન્ડ લિવિંગ બ્રાન્ટ સામેલ છે. જેના દુનિયાભરમાં 151 રિટેલ આઉટલેટ્સ છે. જોકે, રિતુ કુમારની ડિઝાઈન સ્ટાઈલ તેમની પ્રત્યેક બ્રાન્ડમાં ઝળકે છે, પણ તેમની દરેક બ્રાન્ડ પોતાની અલગ ઓળખ ધરાવે છે. ભારતીયતાથી તરબતોળ રિતુ કુમારે બ્રાન્ડને પોતાના ‘ક્લાસિકલ સ્ટાઈલ’થી ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, અમે રિતુ કુમાર સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. તેમની પાસે મજબૂત બ્રાન્ડ, સારી વિકાસ ક્ષમતા સાથેની ફેશન તેમજ રિટેલ ક્ષેત્રમાં ઘણા ઈનોવેશન છે. અમે સાથે મળીને ભારત અને દુનિયાભરમાં આપણા મૂળ વસ્ત્ર અને ડિઝાઇન માટે એક મજૂબત પ્લેટફોર્મ અને ગ્રાહક ઈકોસિસ્ટમ બનાવવા માગીએ છે, જેથી આંતરાષ્ટ્રીય કપડાં બજારમાં આપણાને સન્માન અને ઓળખ મળે.