બોલિવૂડના એક્ટર ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન સમારંભમાં જાવેદ અખ્તર, શબાના આઝમી, ઝોયા અખ્તર, અનુષા દાંડેકર સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. હૃતિક રોશનના પેરેન્ટ્સ રાકેશ અને પિંકી રોશન તથા જાણીતા ફિલ્મમેકર આશુતોષ ગોવારીકર, રાકેશ ઓમપ્રકાશ મહેરા, રિયા ચક્રવર્તી, અમૃતા અરોરા, રિતેશ સિદ્ધવાની, શંકર મહાદેવન, અહેસાન નૂરાની, સતિષ શાહ વગેરે જેવા સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા હતા.
ફરહાને ફિલ્મ ‘જિંદગી મિલેગી ના દોબારા’ના ગીત ‘સૂરજ કી બાંહો મેં’ પર એન્ટ્રી લીધી હતી. ફરહાનના પિતા અને જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કપલ માટે સુંદર કવિતા લખી હતી. જે મહેમાનોની વચ્ચે વાંચી સંભળાવી હતી. ફરહાન અને શિબાનીએ મહારાષ્ટ્રીયન રિવાજો મુજબ લગ્ન કે નિકાહ નથી કર્યા. કપલે વેડિંગ વાઉવ્સ લખ્યા હતા. આ વચનો તેમણે સૌને એકબીજાની સામે આપ્યા હતા.