famous TV actress Vaishali Thakkar
પ્રતિકાત્મક તસવીર ((istockphoto.com)

‘સસુરાલ સિમર કા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ભૂમિકાઓ માટે જાણીતી ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કર રવિવારે સવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તે 26 વર્ષની હતી.  

ઈન્દોરના મદદનીશ પોલીસ કમિશનર એમ રહેમાને જણાવ્યું છે કે તેમને એક સુસાઈડ નોટ મળી છે જે સૂચવે છે કે વૈશાલી તણાવમાં હતી અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હેરાન કરતો હતો.  

યુવા અભિનેત્રી તેના પિતા અને ભાઈ સાથે ઈન્દોરમાં રહેતી હતી. જોકે તેમણે કહ્યું કે તેમને કોઈ સંકેત નથી કે તે આટલું આકરુ પગલું ભરશે. વૈશાલી ઠક્કરે 2015માં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ શોથી અભિનયની શરૂઆત કરી હતી. તે હાલમાં જ ‘રક્ષાબંધન’માં જોવા મળી હતી જેમાં તેણે રિયાલિટી શો ‘બિગ બોસ‘ ફેમ નિશાંત મલકાની સાથે કામ કર્યું હતું.  તે મૂળ ઉજ્જૈનના મહિદપુરની હતી અને ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી માટે મુંબઈ આવી હતી  

પોલીસે જણાવ્યું હતું, આજે સવારે વૈશાલી ઠક્કર તેના રૂમમાંથી બહાર ન આવી ત્યારે તેના પિતા અંદર ગયા અને તેને લટકતી જોઈ હતી.પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો, ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.  

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments