Britain's Home Secretary James Cleverly (Photo by Ben Birchall / POOL / AFP) (Photo by BEN BIRCHALL/POOL/AFP via Getty Images)

ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવા માટે યુકે સરકારે ફેમિલી વિઝા પર આકરુ વલણ અપનાવી માર્ચ/એપ્રિલથી પરિવારને બોલાવવા માટે લઘુત્તમ આવક £38,700ની કરતા સૌથી વધુ અસર ભારતીય ઉપખંડના અરજદારો પર નોંધપાત્ર અસર પડશે. પાછલા વર્ષમાં ફેમિલી વિઝા હેઠળ 5,870 ભારતીયો અને 15,038 પાકિસ્તાનીઓ યુકે આવ્યા હતા.

યુકેના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે, “અમે એ સુનિશ્ચિત કરીશું કે લોકો માત્ર એવા આશ્રિતોને જ યુકે લાવે જેમને તેઓ આર્થિક રીતે ટેકો આપી શકે. આ માટે 2012થી લઘુત્તમ આવક £18,600 હોય તે જરૂરી હતું. જેમાં 12 વર્ષ પછી વધારો કરાયો છે.”

આ તીવ્ર વધારો ઓછી આવક ધરાવતા લોકોની પરિવારને યુકે લાવવાની યોજનાઓ પર વ્યાપક અસર કરશે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ખાતે માઇગ્રેશન ઓબ્ઝર્વેટરીના ડાયરેક્ટર  ડો. મેડેલિન સમ્પશનએ જણાવ્યું હતું કે ‘’કુટુંબની આવક મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય એ દિવસનું સૌથી મોટું આશ્ચર્ય હતું અને જે વ્યક્તિઓ પર સૌથી નોંધપાત્ર અસર કરશે. આ થ્રેશોલ્ડ નિર્ધારિત કરશે કે શું બ્રિટિશ નાગરિકો યુકેમાં તેમની સાથે રહેવા માટે વિદેશી ભાગીદારને લાવી શકશે ખરા. સૌથી મોટી અસર ઓછી આવક ધરાવતા બ્રિટિશ નાગરિકો પર પડશે. ખાસ કરીને સ્ત્રીઓ અને યુવાન લોકો કે જેઓ ઓછું વેતન મેળવે છે.”

વિપક્ષ લેબરના શેડો હોમ સેક્રેટરી, યવેટ કૂપરે કહ્યું હતું કે ‘’નવા નિયમોથી બચવા ભયભીત લોકો દ્વારા હવે સ્પ્રિગ 2024 પહેલા ઉતાવળે લગ્નો કરી લે તેવી સંભાવના વધી છે. માઇગ્રેશન એડવાઇઝરી કમિટીએ આ જોવું જોઇએ. ખરેખર તો કમિટીને 10 વર્ષથી આ જોવા માટે કહેવામાં આવ્યું નથી. વાસ્તવમાં આના કારણે ઉતાવળે થતા લગ્નોમાં મોટો વધારો થશે.”

LEAVE A REPLY